Get The App

માતાએ જમવાનું છોડી દીધું, નાના બાળકો પણ અમને ખીજવતા: ભારતના સ્ટાર બોલરના પિતાનું દર્દ છલકાયું

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
માતાએ જમવાનું છોડી દીધું, નાના બાળકો પણ અમને ખીજવતા: ભારતના સ્ટાર બોલરના પિતાનું દર્દ છલકાયું 1 - image

Image: 'X'(Twitter)

Yash Dayal's Father Chandrapal Dayal spoke: હાલમાં જ બાંગ્લાદેશ સામે જાહેર થયેલી ટેસ્ટ ક્રિકેટ ટીમમાં યશ દયાલને સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈને યશ હાલમાં ખૂબ ચર્ચામાં છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં જગ્યા બનાવ્યા બાદ યશ દયાલનો પરિવાર પણ એટલી જ ચર્ચામાં આવી ગયો છે. 

એક ઈન્ટરવ્યૂમાં યશના પિતાએ જણાવ્યું હતું કે, 'ભારતીય ટીમમાં યશની પસંદગી થઇ તેને લઈને હું ખુશ છું. સાથે તેમણે પૂરા પરિવાર માટે આફત સામન ઘટનાને પણ યાદ કરી હતી. જયારે IPL 2023માં રિંકુ સિંહે એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા, ત્યારે પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.'

યશ દયાલના પિતા ચંદ્રપાલ દયાલ પ્રયાગરાજના એકાઉન્ટન્ટ જનરલ ઓફિસમાંથી નિવૃત્ત અધિકારી છે. તેમણે કહ્યું હતું કે, ,અમારા પરિવાર માટે તે ક્ષણ એક સંકટ સમાન હતી. અમારા ઘર પાસેથી જ્યારે પણ બપોરે સ્કૂલ બસ પસાર થતી ત્યારે તેમાં બેઠેલા બાળકો રિંકુ સિંહ, રિંકુ સિંહ, 5 સિક્સર કહીને અમારી સામે હૂટિંગ કરતા હતા. જેને લઈને અમારા આખા પરિવાર પર ખરાબ અસર પડી રહી હતી અને તે દેખાઈ પણ રહ્યું હતું.,

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સીરિઝમાં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ

યશના પિતાએ વધુમાં જણાવાયું કહ્યું કે, 'યશ તેની સાથે થયેલી આવી ઘટનાને લઈને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તે ડિપ્રેશન તરફ આગળ વધી રહ્યો હોય તેવું અમને લાગતું હતું. આ ઘટનાઓથી દુઃખી થઈને યશની માતા રાધા બીમાર પડી ગઈ હતી. તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું. તે ક્ષણ ખૂબ ડરામણી હતી પરંતુ હવે બધું સારું થઇ ગયું છે. અમે ઘટના પછી પણ અમારા પુત્ર સાથે ઉભા રહ્યા હતા, જેથી કરીને તે પોતાનું સપનું જીવી શકે. અને તેને સાકાર કરી શકે.'

ચંદ્રપાલ દયાલે કહ્યું હતું કે, ' મે યશને કહ્યું હતું કે જ્યાં સુધી તે ભારત માટે રમશે નહીં, ત્યાં સુધી તું પ્રયત્ન કરવાનું છોડતો નહીં. હવે યશના પિતાનો એ વિશ્વાસ હકીકતમાં બદલવા જઈ રહ્યો છે બાંગ્લાદેશ સામેની ટીમની પસંદગી થઈ ગઈ છે, જેમાં યશ દયાલની પસંદગી કરવામાં આવી છે. હવે તેના ડેબ્યૂની રાહ જોવાઈ રહી છે.

માતાએ જમવાનું છોડી દીધું, નાના બાળકો પણ અમને ખીજવતા: ભારતના સ્ટાર બોલરના પિતાનું દર્દ છલકાયું 2 - image


Google NewsGoogle News