વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી-રોહિત શર્માથી આગળ
નવી મુંબઇ,તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
ભારતના બે સિનિયર ખેલાડી રોહિત અને વિરાટ રોજબરોજ નવા વિક્રમો સ્થાપી રહ્યાં છે. સૌથી વધુ રન તો સૌથી વધુ સદી તો સૌથી વધુ ચોગ્ગા-છગ્ગાનો રેકોર્ડ એકબીજા પાસેથી છીનવી રહ્યાં છે. જોકે હવે 2019માં શરૂ થયેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી અત્યાર સુધી સૌથી વધુ રનનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે.
અત્યાર સુધી WTCની બે ફાઈનલ રમાઈ છે. આગામી ફાઈનલ 2025માં રમાશે અને તેના માટે તમામ ટીમો સખત મહેનત કરી રહી છે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમોને ફાઈનલ રમવાની તક મળે છે. ભારતીય ટીમે બંને સીઝનની ફાઈનલ મેચ રમી છે. ટીમ ઈન્ડિયાની આ સફળતામાં બે દિગ્ગજ વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો મોટો ફાળો છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2019-25*)માં ટોપ-15 સૌથી વધુ રન બનાવનારની યાદીમાં પણ સામેલ છે.
સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં રોહિતે માત્ર પાંચ રન બનાવ્યા હતા જ્યારે વિરાટે 38 રનની ઈનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે વિરાટ WTCમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં 10મા સ્થાને પહોંચી ગયો અને ભારત તરફથી રોહિતને પાછળ છોડી દીધો છે. વિરાટના નામે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હવે 35 ટેસ્ટની 57 ઇનિંગ્સમાં 38.90ની એવરેજથી 2101 રન છે, જેમાં ચાર સદી અને નવ અડધી સદી શામેલ છે. કેપ્ટન રોહિત 11મા સ્થાને છે અને 26 ટેસ્ટની 42 ઇનિંગ્સમાં 2097 રન ફટકાર્યા છે. સાત સદી અને છ અડધી સદી સાથે તેની એવરેજ 52.42 રહી છે. વિરાટ-રોહિત બાદ અન્ય ભારતીયોમાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ આ યાદીમાં શામેલ છે. પૂજારાએ 62 ઇનિંગ્સમાં (16મું સ્થાન) 1769 રન બનાવ્યા છે અને રહાણેએ 49 ઇનિંગ્સમાં (20મું સ્થાન) 1589 રન બનાવ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ઈંગ્લેન્ડનો જો રૂટ ટોપ પર છે. તેણે 47 ટેસ્ટની 86 ઇનિંગ્સમાં 50.46ની એવરેજથી 3987 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 16 અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ બીજા અને ત્રીજા સ્થાને છે. લાબુશેને 71 ઇનિંગ્સમાં 11 સદી અને 16 અડધી સદીની મદદથી 55.45ની એવરેજથી 3660 રન બનાવ્યા છે, જ્યારે સ્મિથે 67 ઇનિંગ્સમાં 52.83ની એવરેજથી 3223 રન બનાવ્યા છે. સ્મિથે 2019થી નવ સદી અને 15 અડધી સદી ફટકારી છે.
WTCમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન (2019થી અત્યાર સુધી)
ખેલાડી |
ઈનિંગ |
રન |
100s |
50s |
જો રૂટ |
86 |
3987 |
12 |
16 |
માર્નસ લેબુશેન |
71 |
3660 |
11 |
16 |
સ્ટીવ સ્મિથ |
67 |
3223 |
9 |
15 |
બેન સ્ટોક્સ |
73 |
2710 |
7 |
12 |
બાબર આઝમ |
48 |
2570 |
8 |
15 |
ઉસ્માન ખ્વાજા |
49 |
2412 |
7 |
11 |
ડેવિટ વોર્નર |
65 |
2326 |
5 |
7 |
ટેવિસ હેડ |
58 |
2312 |
5 |
11 |
દિમુથ કરુણારત્ને |
45 |
2160 |
6 |
12 |
વિરાટ કોહલી |
57 |
2101 |
4 |
9 |
રોહિત શર્મા |
42 |
2097 |
7 |
6 |
જેક ક્રાઉલી |
61 |
2056 |
4 |
9 |
જોની બેરસ્ટો |
57 |
1998 |
6 |
6 |
કેન વિલિયમસન |
32 |
1809 |
7 |
2 |
ક્રેગ બ્રેથવેટ |
56 |
1797 |
3 |
12 |
આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારત ખખડી ગયું :
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંતે આઠ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે વરસાદના કારણે રમત વહેતી બંધ કરવી પડી હતી અને માત્ર 59 ઓવર જ રમાઈ શકી હતી. યશસ્વી જયસ્વાલ 17 રન, કેપ્ટન રોહિત શર્મા 5 રન, શુભમન ગીલ 2 રન, વિરાટ કોહલી 38 રન, શ્રેયસ ઐયર 31 રન, રવિચંદ્રન અશ્વિન 8 રન, શાર્દુલ ઠાકુર 24 રન અને જસપ્રિત બુમરાહ 1 રન બનાવીને આઉટ થયા હતા. કેએલ રાહુલે બીજા દિવસની રમતમાં સદી ફટકારતા ભારતીય ટીમ 245 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસની રમતમાં સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે આફ્રિકાનો સ્કોર એલ્ગરની સદીના જોરે 169 રન પર 3 વિકેટ છે. બુમરાહના ફાળે 2 વિકેટ અને પહેલી વિકેટ સિરાજ લઈ ગયો હતો.