WTC : હવે ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચમાં કોઈ પણ જીતે, ભારત પોઈન્ટ ટેબલમાં રહેશે ટોપ પર
ICC WTC 2025 Point Table : ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ જીતવાની સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત્ છે. ધર્મશાલામાં રમાયેલા મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રને હરાવ્યું. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ પર ઈનિંગના અંતરથી બીજી મોટી જીત છે. આ પહેલા 2016માં ભારતે ઈંગ્લેન્ડ ટીમને ચેન્નઈમાં ઈનિંગ અને 75 રનથી હાર આપી હતી. આ જીતે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત કરી દીધી છે. હવે ક્રાઇસ્ટચર્ચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચના પરિણામથી પોઈન્ટ ટેબલ પર કોઈ ફરક નહીં પડે.
પોઈન્ટ ટેબલની સ્થિતિ
ઓસ્ટ્રેલિયાએ સિરીઝની પહેલી ટેસ્ટ જીતી હતી. ન્યૂઝીલેન્ડની હારની સાથે ભારતને ફાયદો થયો હતો અને ટીમ ટોપ પર પહોંચી ગઈ હતી. ભારતના પોઈન્ટ પર્સન્ટેજ 68.51 છે. તેમણે પોતાના 9 માંથી 6 મુકાબલા જીત્યા છે અને 2માં હાર મળી છે. તેમણે અત્યાર સુધી પાંચ ટેસ્ટ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. એકમાં કીવી ટીમને હાર મળી છે. કીવી ટીમ 36 પોઈન્ટ અને 60 પર્સન્ટેજની સાથે બીજા સ્થાન પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયા પોઈન્ટ પર્સન્ટેજ 59.09 છે. તેના 78 પોઈન્ટ છે. કાંગારુઓએ હજુ સુધી 11 ટેસ્ટ રમી છે અને સાતમાં જીત મેળવી છે. ત્રણમાં ઓસ્ટ્રેલિયન ટીમને હાર મળી છે અને એક ટેસ્ટ ડ્રો રહી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલ
બાંગ્લાદેશ 50 પોઇન્ટ પર્સન્ટેજની સાથે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાન પોઈન્ટ પર્સન્ટેજ 36.66 છે અને તેઓ પાંચમાં સ્થાને છે. વેસ્ટઈન્ડીઝ 33.33 પોઈન્ટ પર્સન્ટેજ સાથે છઠ્ઠા અને દક્ષિણ આફ્રીકા 25 પોઈન્ટ પર્સન્ટેજ સાથે સાતમાં નંબરે છે. ભારત સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડ પોઈન્ટ પર્સન્ટેજમાં પછડાયું છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં 10 ટેસ્ટ રમાઈ છે અને ત્રણમાં જીત મેળવી છે. છ મેચ હારી છે અને એક ટેસ્ટ ડ્રો રહી છે. શ્રીલંકાના પોઈન્ટ પર્સન્ટેજ શૂન્ય છે અને તેઓ નવમાં સ્થાને છે.
ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટથી ફરક નહીં પડે
ભારત આ જીતથી હવે થોડો સમય પહેલા સ્થાન પર રહી શકે છે. જો પાંચમી ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થાત અને જો ઈંગ્લેન્ડ જીત્યું હોત તો આ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને માટે પોઈન્ટ ટેબલમાં ટેબલ-ટોપર્સ તરીકે ભારતથી આગળ નિકલાનો દરવાજો ખુલી જાત, પરંતુ એવું ન થઈ શક્યું. ન્યૂઝીલેન્ડ vs ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ આઠ માર્ચથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થયો.
ધર્મશાલા ટેસ્ટમાં શું થયું?
ધર્મશાલા ટેસ્ટની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની પહેલી ઈનિંગ ત્રીજા દિવસે 477 રન પર સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 259 રનની લીડ મેળવી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 195 રન જ બનાવી શકી હતી. ભારતે એક ઇનિંગ અને 64 રને મેચ જીતવા ઉપરાંત સિરીઝ પર 4-1થી કબજો કર્યો હતો. કુલદીપ યાદવને પાંચમી ટેસ્ટમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અને યશસ્વી જયસ્વાલને સૌથી વધુ રન (712) બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો.