પાક. ટીમને પડ્યા પર પાટું! મેચ તો હાર્યા જ અને ICCએ દંડ પણ ફટકાર્યો, જાણો શું છે કારણ
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચ 360 રને હાર્યા બાદ પાકિસ્તાની ટીમને ઝટકો
પાક.ટીમે દંડની સાથે સાથે WTC પોઈન્ટ ટેબલમાં પોઈન્ટ પણ ગુમાવ્યાં
WTC Points Table: પાકિસ્તાન ક્રિકેટના ખરાબ દિવસો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ICC વર્લ્ડ કપ 2023માં મળેલી હાર બાદ હાલમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ત્રણ મેચની સીરિઝના પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે પાકિસ્તાનની ટીમને વધુ મોટો ઝટકો લાગ્યો છે. ICCએ સ્લોઓવર રેટના કારણે પાકિસ્તાનને દંડ ફટકાર્યો છે. જેના કારણે ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નુકસાન થયું છે. હાલ ભારતીય ટીમ નંબર એક પર છે, તો પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે અંતર ખુબ વધી ગયું છે.
ICCએ પાકિસ્તાનને ફટકાર્યો દંડ
પાકિસ્તાનની ટીમ પર તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે અને ICC વિશ્વ ટેસ્ટ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેનું સ્થાન બે પોઈન્ટથી કાપી દેવામાં આવ્યું છે. આ પહેલા ટેસ્ટમાં 360 રનથી હાર્યા બાદ પાકિસ્તાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની સ્ટેડિંગમાં નંબર બે પર સરકી ગયું હતું અને પેનલ્ટી એટલે કે તેના ટકાવારી પોઈન્ટ 66.67 થી ઘટીને 61.11 થઈ ગયા છે.
ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે કામ કરે છે. ખેલાડીઓને તેમની ટીમ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તે માટે તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે. વધુમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પ્લેઈંગ કન્ડીશન્સની કલમ 16.11.2 અનુસાર દરેક ઓવર શોર્ટ કરવા બદલ ટીમને એક પોઈન્ટનો દંડ ફટકારવામાં આવે છે. પરિણામે પાકિસ્તાનના કુલ પોઈન્ટમાંથી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ કપાઈ ગયા છે. ત્રણ મેચોની સીરિઝની બીજી ટેસ્ટ બોક્સિંગ ડે પર મેલબોર્નમાં શરૂ થશે, જ્યારે ત્રીજી ટેસ્ટ સિડનીમાં 3થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.
ICC WTC પોઈન્ટ ટેબલના તાજા આંકડા
ICC WTC એટલે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ ફરી નંબર એક પર પહોંચી ગયું છે. ભારતીય ટીમે અત્યાર સુધી બે મેચ રમી છે. તેમાંથી એક મેચમાં જીત મળી છે, તો એક મેચમાં સરભર સાથે સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમની જીતની ટકાવારી 66.67 છે. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પાકિસ્તાનની જીતની ટકાવારી પણ એટલી જ રહી ગઈ છે,પરંતુ હવે ICCના દંડ બાદ પાકિસ્તાનની જીતની ટકાવારી 66.67 થી ઘટીને 61.11 થઈ ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં ત્રીજા સ્થાને છે.