Get The App

WTC Final Day 1 : પ્રથમ દિવસની રમતના અંતે ઓસી.નો સ્કોર 327/3 ટ્રેવિસ-સ્મિથની લડાયક બેટીંગ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ઓવલના મેદાનમાં રમાઈ રહી છે

ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાન મળ્યું નથી

Updated: Jun 7th, 2023


Google NewsGoogle News
WTC Final Day 1 : પ્રથમ દિવસની રમતના અંતે ઓસી.નો સ્કોર 327/3 ટ્રેવિસ-સ્મિથની લડાયક બેટીંગ 1 - image
Image : Twitter






ભારત અને ઓસ્ટ્રેલિયા (India VS Australia)ની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી રહી છે. બંને ટીમો પ્રથમ વખત ફાઈનલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ 2013 બાદ પ્રથમ ICC ટ્રોફી જીતવા માંગશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી.

ઓવલ, તા.7 જૂન-2023, બુધવાર

આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા (India VS Australia) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન આજના દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવીને 327 રન કર્યા છે. ટ્રેવીસ હેડ 146 રને અને સ્ટીવ સ્મિથ 95 રને રમતમાં છે. આ પહેલા ડેવિડ વોર્નર 43 રને, ઉસ્માન ખ્વાલા 0 રને, માર્નસ લાબુશેન 26 રને આઉટ થયો છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો લડાયક બેટીંગ કરી રહ્યા છે. જ્યારે ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્સન જોવા મળ્યું છે.

INDvsAUS : WTC Final Day 1 :

• આજની રમત પૂર્ણ : આજની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટે 327 રન બનાવ્યા.

• સ્ટીવ સ્મિથના 50 રન પુરા

• ટ્રેવિસ હેડના 100 રન પુરા

• 43.5 ઓવર - ટ્રેવિસ હેડના 50 રન પુરા

• 43.0 ઓવર - ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150ને પાર

• 29.1 ઓવર - ઓસ્ટ્રેલિયાનો સ્કોર 29.1 ઓવરમાં 100ને પાર, સ્ટીવ સ્મિથ - ટ્રેવિસ હેડ ક્રિઝ પર

• 24.1 ઓવર - માર્નસ લાબુશેન 62 બોલમાં 4 ફોર સાથે 26 રને આઉટ, મહંમદ શામીએ કર્યો બોલ્ડ

લંચ બ્રેક : પ્રથમ દિવસે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને સિરાજનો શિકાર બન્યો હતો. આ સાથે જ ડેવિડ વોર્નર પણ 43 રન બનાવીને શાર્દુલનો શિકાર બન્યો હતો. માર્નસ લાબુશેન 26 અને સ્મિથ બે રન બનાવીને રમી રહ્યા છે. 

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને પાર થયો : ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટ ગુમાવીને 50 રનને પાર થઈ ગયો છે. માર્નસ લાબુશેન અને ડેવિડ વોર્નર વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ છે.

• 21.4 ઓવર - ડેવિડ વોર્નર 60 બોલમાં 8 ફોર સાથે 43 રને આઉટ, શાર્દુક ઠાકુરની ઓવરમાં વિકેટ કીપર ભરતે કર્યો કેચ

• 3.4 ઓવર - ઉસ્માન ખ્વાજા 10 બોલમાં 0 રને આઉટ, મહંમદ સિરાજની બોલીંગમાં વિકેટ કીપર ભરતે કર્યો કેચ

ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરુ : ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગ માટે બેટિંગ કરવા મેદાનમાં આવી છે. ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે.

• ભારતે ટોસ જીત્યો : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી. ભારતીય ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિન બોલર છે. આ ઉપરાંત અજિંક્ય રહાણે લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન : ભારતીય ટીમ (Indian Team) માં રોહિત શર્મા (C), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયાની ટીમ (Australia Team) માં ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ફાઈનલ મેચમાં રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો

ફાઈનલ મેચમાં એક દિવસનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે પાંચ દિવસમાં મેચ પૂર્ણ નહીં થાય તો વધારાના દિવસે પૂર્ણ થશે. છેલ્લી ફાઇનલમાં પણ વરસાદ પડ્યો હતો અને છઠ્ઠા દિવસે મેચ પૂર્ણ થઈ હતી.

ફાઈનલ વિજેતા ટીમને ઈનામની રકમ

WTC ફાઈનલ વિજેતા ટીમને અંદાજે 13 કરોડ 21 લાખ અને ઉપવિજેતા ટીમને 6 કરોડ 60 લાખ ઈનામી રકમ તરીકે આપવામાં આવશે.

India VS Australia : ICCએ બે પીચો તૈયાર કરી

ICCએ આ મેચ માટે બે પીચ તૈયાર કરી છે. ઈંગ્લેન્ડમાં તેલની શોધખોળ સામે વિરોધ કરનારાઓએ ધ ઓવલની પિચને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. આનાથી બચવા માટે ICCએ બે પિચ તૈયાર કરી છે.


Google NewsGoogle News