VIDEO : સંગીતા ફોગાટે યુઝવેન્દ્ર ચહલનો પરસેવો છોડાવી દીધો, ખભા પર ઊંચકીને સ્પિન કરાવ્યો

યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની ધનશ્રી વર્મા સાથે ડાન્સ શોની પાર્ટીમાં પહોંચ્યો હતો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
VIDEO : સંગીતા ફોગાટે યુઝવેન્દ્ર ચહલનો પરસેવો છોડાવી દીધો, ખભા પર ઊંચકીને સ્પિન કરાવ્યો 1 - image


Sangeeta Phogat Spin Yuzvendra Chahal : રેસલર સંગીતા ફોગાટ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સંગીતા ફોગાટે યુઝવેન્દ્ર ચહલને તેના બંને હાથ વડે ઉપર ઉઠાવ્યો અને તેને ગોળગોળ ફેરવ્યો હતો. જેના કારણે ચહલનો ચહેરો સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ ત્યાં હાજર હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ચહલનો ચહેરો થયો લાલ 

એક ડાન્સ શો દરમિયાન શુક્રવારે રાત્રે આ ઘટના જોવા મળી હતી. ડાન્સ શોની પાર્ટીમાં યુઝવેન્દ્ર ચહલ, તેની પત્ની ધનશ્રી વર્મા અને સંગીતા ફોગાટ સહિત ઘણા મોટા ચહેરાઓ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ચહલની પત્ની આ શોમાં સ્પર્ધક તરીકે જોડાઈ છે. તે પાંચ ફાઇનલિસ્ટમાં સામેલ હતી, પરંતુ જીતી શકી ન હતી. સંગીતા ફોગાટ પણ આ શોનો ભાગ હતી, પરંતુ તે બહાર થઈ ગઈ છે. જો કે, તે પાર્ટી એન્જોય કરવા માટે આ શોનો ભાગ બની હતી. આ સમય દરમિયાન જ્યારે બધા પાર્ટીની મજા માણી રહ્યા હતા, ત્યારે સંગીતા ફોગાટે ચહલને તેના બંને હાથ વડે ઉપર ઉઠાવ્યો અને તેને ઘુમાવવા લાગી હતી. આ જોઈને આસપાસના લોકો પણ ખૂબ હસવા લાગ્યા. આ દરમિયાન ચહલનો ચહેરો પણ સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

VIDEO : સંગીતા ફોગાટે યુઝવેન્દ્ર ચહલનો પરસેવો છોડાવી દીધો, ખભા પર ઊંચકીને સ્પિન કરાવ્યો 2 - image


Google NewsGoogle News