Get The App

દિગ્ગજ રેસલર અને કોંગ્રેસી નેતા બજરંગને મોટો ઝટકો, NADAએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
દિગ્ગજ રેસલર અને કોંગ્રેસી નેતા બજરંગને મોટો ઝટકો, NADAએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો 1 - image


Bajrang Punia NADA Ban: NADA (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી) એ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. NADAએ એન્ટી ડોપિંગ કોડના ઉલ્લંઘનને કારણે આ પ્રતિબંધ લગાવ્યો છે. આ અંતર્ગત હવે પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે એક ખેલાડી તરીકે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.

ડોપ ટેસ્ટ માટે નમૂના નહોતા આપ્યા 

NADA એ નેશનલ ટીમ માટે પસંદગી કરવા ટ્રાયલ દરમિયાન 10 માર્ચે ડોપ ટેસ્ટ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કરવા બદલ બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો. આ પહેલા NADAએ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજને 23 એપ્રિલના રોજ આવા જ ગુના બદલ સસ્પેન્ડ કર્યો હતો, ત્યારબાદ વિશ્વ સ્તરીય કુસ્તી સંગઠન UWW (યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ)એ પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો.

બજરંગે અપીલ કરી તો ફગાવાઈ 

બજરંગે આ સસ્પેન્શન સામે અપીલ કરી હતી અને તેને NADA ની ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ (ADDP) દ્વારા 31 મેએ NADA  દ્વારા આરોપની નોટિસ જારી કરવા સુધી તેને રદ કરી હતી. ત્યારપછી NADAએ 23 જૂને રેસલરને નોટિસ આપી હતી.

કોંગ્રેસમાં જોડાયા હતા, દેખાવોમાં સામેલ હતા

ઉલ્લેખનીય છે કે બજરંગ પુનિયા સાથી કુસ્તીબાજ વિનેશ ફોગટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યાં તેમને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે 11 જુલાઈના રોજ લેખિતમાં આરોપોને પડકાર્યા હતા. ત્યારબાદ 20 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હવે બજરંગ પુનિયા કોચિંગ પણ આપી નહીં શકે 

બજરંગ પુનિયાના સંદર્ભમાં, ADDPએ તેના આદેશમાં કહ્યું કે - પેનલનું માનવું છે કે એથ્લેટ કલમ 10.3.1 હેઠળ પ્રતિબંધો માટે જવાબદાર છે અને તેને 4 વર્ષના સમયગાળા માટે તેને  અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે બજરંગ સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછા નહીં ફરી શકે અને જો તે ઇચ્છે તો વિદેશમાં કોચિંગની નોકરી માટે પણ અરજી નહીં કરી શકે. પેનલે કહ્યું કે બજરંગ પર 4 વર્ષનો પ્રતિબંધ 23.04.2024થી અમલમાં આવશે.

બ્રિજભૂષણના કારણે મારા પર પ્રતિબંધ લાદવામાં આવ્યોઃ બજરંગ

બજરંગે શરૂઆતથી જ કહ્યું છે કે WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાને કારણે, ડોપિંગ નિયંત્રણના સંબંધમાં તેમની સાથે અત્યંત પક્ષપાતી અને અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. બજરંગે એમ પણ કહ્યું હતું કે તેણે ક્યારેય સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ માત્ર તેના ઈમેલ પર NADAનો જવાબ માંગ્યો હતો, જેમાં તેણે ડિસેમ્બર 2023માં તેના સેમ્પલ લેવા માટે એક્સપાયર્ડ કિટ કેમ મોકલવામાં આવી તે અંગે જવાબ માંગ્યો હતો. બાદમાં નાડાએ પણ આ પાછળનું કારણ સમજાવ્યું. પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે ચેપરોન/ડીસીઓએ તેમનો યોગ્ય રીતે સંપર્ક કર્યો હતો અને તેમને કહ્યું હતું કે ડોપ વિશ્લેષણ માટે તેમને પેશાબના નમૂના આપવા જરૂરી છે.દિગ્ગજ રેસલર અને કોંગ્રેસી નેતા બજરંગને મોટો ઝટકો, NADAએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો 2 - image




Google NewsGoogle News