WPL 2025 Retentions: પાંચ ટીમે પોતાના કેપ્ટનને કર્યા રિટેન, ગુજરાત-મુંબઈએ દિગ્ગજને રિલીઝ કરીને ચોંકાવ્યા
WPL 2025 Retention Full List : મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન માટે તમામ ટીમોએ રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે આ લીગનું મોની ઓક્શન થયું, તેવામાં તમામ ટીમોએ વધુ પડતા ખેલાડીઓને રિટેન કર્યા છે. તમામ પાંચ ફ્રેન્ચાઈઝીઓએ પોતાના કોર ગ્રુપની સાથે છેડછાડ નથી કરી.
શું છે WPL 2025નો નિયમ?
મહિલા પ્રીમિયર લીગના નિયમ અનુસાર, દરેક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડી હોઈ શકે છે, જેમાં છ ખેલાડી વિદેશી સામેલ છે. આગામી સીઝન માટે બીસીસીઆઈએ હરાજી પહેલા પર્સની રકમ વધારી દીધી છે. તેને 15 કરોડ રૂપિયા કરી દીધી છે. પહેલી સીઝનમાં આ 12 કરોડ રૂપિયા હતી, બીજી સીઝનમાં 13.5 કરોડ રૂપિયા હતી. અત્યાર સુધી બીસીસીઆઈએ હરાજીની તારીખની જાહેરાત નથી કરી.
મુંબઈએ વોંગને કરી રિલીઝ
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના રિટેન કરાયેલ ખેલાડીઓની યાદીમાં ઈઝી વોંગને સામેલ નથી કર્યા. ઈંગ્લેન્ડની આ ખેલાડી મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં હેટ્રીક લેનારી પહેલી બોલર બની હતી. મુંબઈ 2023માં આ લીગનું ચેમ્પિયન બન્યું હતું. આગામી સીઝન માટે મુંબઈએ તેને રિલીઝ કરી દીધી. ગત સત્રમાં 22 વર્ષિય બોલરે માત્ર બે મેચ રમી હતી. જેમાં તેમણે 8.33ના ઈકોનોમી રેટથી ત્રણ વિકેટ ઝડપી.
આ પણ વાંચો : IPL 2025 મેગા ઓક્શનમાં આ ચાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરશે RCB, ડિવિલિયર્સે આપી સલાહ
ગુજરાતે સ્નેહ રાણાને રિલીઝ કર્યા
ગુજરાત જાયન્ટ્સે અનુભવી ઓલરાઉન્ડર સ્નેહ રાણાને રિલીઝ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેઓ મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં ટીમના કેપ્ટન તરીકે નજરે પડ્યા હતા. આ સિવાય ફ્રેન્ચાઈઝીએ કૈથરીન બ્રાયસ અને લી તાહુહુને રિલીઝ કર્યા છે. મિની ઓક્શનમાં આ વખતે ફ્રેન્ચાઈઝી 4.4 કરોડનું પર્સ લઈને ઉતરશે.
અહીં જુઓ રિટેન કરેલા અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- રિટેન: સ્મૃતિ મંધાના (કેપ્ટન), એસ મેઘના, ઋચા ઘોષ, એલિસ પેરી, જ્યોર્જિયા વેયરહેમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, સોફી ડિવાઇન, રેણુકા સિંહ, સોફી મોલિનેક્સ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, કનિકા આહુજા, ડેની વ્યાટ (ટ્રેડ).
- રિલીઝ: દિશા કસાટ, ઈન્દ્રાણી રોય, નાદિન ડી ક્લાર્ક, શુભા સતીશ, શ્રદ્ધા પોકરકર, સિમરન બહાદુર, હીથર નાઈટ.
મુંબઈ ઈન્ડિયન્સ
- રિટેન: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમેલિયા કેર, ક્લો ટ્રાયોન, અમનજોત કૌર, સાઈકા ઈશાક, જીંતીમાની કલિતા, એસ સજના, કીર્તન બાલક્રિષ્નન, શબનીમ ઈસ્માઈલ.
- રિલીઝ: પ્રિયંકા બાલા, હુમૈરા કાઝી, ફાતિમા જાફર, ઇસી વોંગ.
દિલ્હી કેપિટલ્સ
- રિટેન: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, મિન્નૂ મણિ, તિતાસ સાધુ, એલિસ કેપ્સી, મારિજૈન કેપ, જેસ જોનાસેન, એનાબેલ સધરલેન્ડ.
- રિલીઝ: એલ હેરિસ, અશ્વિની કુમારી, પૂનમ યાદવ, અપર્ણા મોંડલ.
યુપી વોરિયર્સ
- રિટેન: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રાથ, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ચમરી અટાપટ્ટુ, કિરણ નવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી, ઉમા છેત્રી, પૂનમ ખેમનાર, સાકર સુલતાના, વૃંદા દિનેશ.
- રિલીઝ: લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, લોરેન બેલ, એસ યશશ્રી.
ગુજરાત જાયન્ટ્સ
- રિટેન: બેથ મૂની (કેપ્ટન), હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, સયાલી સથાગરે, મેઘના સિંહ, પ્રિયા મિશ્રા, એશલે ગાર્ડનર, એલ વોલ્વાર્ડટ, ફીબી લીચફીલ્ડ.
- રિલીઝ: સ્નેહ રાણા, કેથરીન બ્રાઇસ, તૃષા પૂજિતા, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, લી તાહુહુ.
ટીમોના પર્સમાં બાકી રહેલ રકમ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (રૂ. 3.25 કરોડ)
- મુંબઈ ઈન્ડિયન્સ (રૂ. 2.65 કરોડ)
- દિલ્હી કેપિટલ્સ (રૂ. 2.5 કરોડ)
- ગુજરાત જાયન્ટ્સ (રૂ. 4.4 કરોડ)
- યુપી વોરિયર્સ (રૂ. 3.9 કરોડ)