WPL 2024માં મહિલા ક્રિકેટ ઈતિહાસનો ફાસ્ટેસ્ટ બોલ ફેંકાયો, MIની બોલર બની લેડી ‘શોએબ અખ્તર’
WPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 29 રને હારનો સામનો કરવો પડ્યો
Image:Social Media |
Fastest Delivery In Women’s Cricket : ક્રિકેટના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે, જેણે વર્લ્ડકપ 2003માં ઈંગ્લેન્ડ સામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. પરંતુ હવે મહિલા ક્રિકેટમાં શોએબ અખ્તર જેવો બોલર જોવા મળી રહ્યો છે. હાલમાં WPL 2024માં રમી રહેલી સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર શબનીમ ઈસ્માઈલે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે. શબનીમની આ સિદ્ધિ જોઈને તેને મહિલા ક્રિકેટનો 'શોએબ અખ્તર' કહી શકાય છે.
મુંબઈ ઇન્ડિયન્સની બોલરે મહિલા ક્રિકેટ ઈતિહાસનો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો
શબનીમ WPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. ટુર્નામેન્ટની 12મી મેચમાં તેણે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો, જેની ઝડપ 132.1 કિમી પ્રતિ કલાક હતી. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં શબનીમે આ બોલ મેગ લેનિંગને ફેંક્યો હતો. મેગ લેનિંગ દિલ્હીની કેપ્ટન છે. મુંબઈના બોલરે ઈનિંગની ત્રીજી ઓવરનો બીજો બોલ 132.1 કિમી પ્રતિ કલાકની વિક્રમી ઝડપે ફેંક્યો, જે ડોટ બોલ હતો.
ક્રિકેટિંગ કરિયર
શબનીમ ઈસ્માઈલ સાઉથ આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટ રમે છે. 35 વર્ષીય શબનીમ અત્યાર સુધીમાં 1 ટેસ્ટ, 127 ODI અને 113 T20I મેચ રમી ચૂકી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 3, ODIમાં 191 અને T20Iમાં 123 વિકેટ ઝડપી છે.