VIDEO : WPL 2024માં બની ઈમોશનલ ઘટના, મેદાન વચ્ચે જ રડવા લાગી ભારતીય બેટર

રિચાએ 29 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
VIDEO : WPL 2024માં બની ઈમોશનલ ઘટના, મેદાન વચ્ચે જ રડવા લાગી ભારતીય બેટર 1 - image
Image:Twitter

Richa Ghosh Emotional Video : WPL 2024માં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે મેચ 1 રનથી જીતી લીધી હતી, જ્યારે બેંગ્લોરને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી. RCB માટે શાનદાર ઇનિંગ રમી રહેલી રિચા ઘોષ છેલ્લા બોલ પર રનઆઉટ થઈ હતી, જેના પછી તે પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી ન હતી અને મેદાન પર જ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. રિચાને આ હાલતમાં જોઈને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને પણ દુઃખ થયું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ઈમોશનલ વીડિયો

RCBની વિકેટકીપર બેટર રિચા ઘોષનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રનઆઉટ થયા બાદ રિચા ઘોષ મેદાન પર બેઠી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ પછી દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ આવ્યા અને રિચાને ઉઠાવી રહ્યા છે અને તેને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ RCBના ખેલાડીઓ ઝડપથી દોડી આવ્યા અને રિચાને પ્રોત્સાહિત કરી અને તેને મેદાનની બહાર લઈ ગયા હતા.

રિચાએ શાનદાર ફિફ્ટી ફટકારી

આ દરમિયાન બીજા છેડે ઉભી શ્રેયંકા પાટીલની આંખો પણ આંસુથી ભીની થઇ ગઈ હતી. 182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રિચાએ 29 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ કમનસીબે તે ટીમને જીત અપાવી શકી ન હતી. મેચ બાદ દિલ્હી કેપિટલ્સની ખેલાડી જેમિમાહ રોડ્રિગ્સે કહ્યું, "હું રિચા માટે ખૂબ જ દુખી છું. મેં તેને કહ્યું કે આ તને ભવિષ્યમાં મદદ કરશે. કદાચ તે વર્લ્ડકપ ફાઇનલમાં ભારત માટે વિનિંગ રન બનાવશે અને અમને ટ્રોફી જીતવામાં મદદ કરશે."

RCBને 1 રને હારનો સામનો કરવો પડ્યો

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. ટીમ માટે જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય એલિસ કેપ્સીએ 32 બોલમાં 8 ચોગ્ગા ફટકારીને 48 રન બનાવ્યા હતા. આ દરમિયાન RCB તરફથી શ્રેયંકા પાટીલે 4 વિકેટ ઝડપી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે RCB 1 રનથી ચૂકી ગઈ અને મેચ હારી ગઈ હતી.

VIDEO : WPL 2024માં બની ઈમોશનલ ઘટના, મેદાન વચ્ચે જ રડવા લાગી ભારતીય બેટર 2 - image


Google NewsGoogle News