IND vs PAK : '99 ટકા શુભમન ગિલ રમશે', રોહિત શર્માએ ભારત-પાકિસ્તાન મેચ પહેલા કર્યો મોટો ખુલાસો

આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મુકાબલો

મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી શુભમન ગીલ અને મેચ અંગે આપી માહિતી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
IND vs PAK : '99 ટકા શુભમન ગિલ રમશે', રોહિત શર્માએ ભારત-પાકિસ્તાન મેચ પહેલા કર્યો મોટો ખુલાસો 1 - image

અમદાવાદ, તા.13 ઓક્ટોબર-2023, શુક્રવાર

IND vs PAK World Cup 2023 : વર્લ્ડકપ-2023ના મહાકુંભ હેઠળની 12મી મેચમાં આવતીકાલે 14મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedabad Narendra Modi Stadium)માં રમાવાની છે, ત્યારે આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેણે શુભમન ગિલ (Shubman Gill)ની હેલ્થ અંગે મોટું અપડેટ આપ્યું છે. 

ગીલ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે 99 ટકા ફિટ

રોહિત શર્માએ કહ્યું કે, શુભમન ગીલ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે 99 ટકા ફિટ છે. મેચ અગાઉ ટીમ ઈન્ડિયા માટે યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ મોટી ચિંતાનો વિષય બન્યો હતો. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા જ ગિલ ડેન્ગ્યૂમાં સપડાયો હતો. જોકે પાકિસ્તાન વિરુદ્ધના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મલી છે, કારણ કે આ ગિલ આ મેચમાં રમવા માટે સંપૂર્ણ તૈયાર છે.

પાકિસ્તાન એક ક્વોલિટી ટીમ : રોહિત શર્મા

રોહિતે કહ્યું કે, અમારા ખેલાડીઓને મોટા ક્રાઉન્ડ સામે રમવાની આદત છે. આ ક્યારે દબાણ જેવું નથી. હું છેલ્લા 9 મહિનાથી સોશિયલ મીડિયા પર નથી. બહારનો શોરબકોર બંધ કરવાની સૌકોઈની જુદી રીત હોય છે. પાકિસ્તાન એક ક્વોલિટી ટીમ છે, શુભમન ગિલ આવતીકાલે 99 ટકા ઉપલબ્ધ છે.

મેચ પહેલા સ્પેશિયલ સેરેમનીનું આયોજન

ઉલ્લેખનિય છે કે, ICC વર્લ્ડકપ-2023માં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હોવાથી સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ મેચમાં ખાસ વાત એ છે કે, બીસીસીઆઈએ સ્પેશિયલ સેરેમનીનું પણ આયોજન કર્યું છે. આ વર્લ્ડકપમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું ન હતું. આ જ કારણે ભારત-પાકિસ્તાન મેચ પહેલા મ્યૂઝિકલ સેરેમનીનું આયોજન થશે, જેમાં ઘણા મોટા સ્ટાર્ટ જોવા મળશે.


Google NewsGoogle News