WTC Points Table: મેલબર્નમાં હાર બાદ પણ કઈ રીતે WTC ફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઈન્ડિયા?
World Test Championship 2025 : આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવીને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ મેલબર્ન ટેસ્ટ મેચમાં ભારતને 184 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હારને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ માટે ક્વોલિફાઈ થવાની ભારતની શક્યતાઓને ભારે ફટકો પડ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે ચોથી ટેસ્ટમાં હાર બાદ હવે ભારતને પાંચમી ટેસ્ટ મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે. ફાઈનલમાં હારનો સામનો કરવો પડશે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ટેસ્ટ મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે.
WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારતનું સમીકરણ
જો ભારતીય ટીમ આગામી સિડની ટેસ્ટ મેચને જીતી લે છે તો આ સ્થિતિમાં ભારતે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની સીરિઝના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આ સ્થિતિમાં ભારતે પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સામેની સીરિઝ 0-2થી હારી જાય. અન્ય કોઈપણ પરિણામથી ઓસ્ટ્રેલિયા WTC ફાઇનલ 2025માં દક્ષિણ આફ્રિકા સાથે બીજા સ્થાને પહોંચી જશે. જેના કારણે ભારત WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
આ પણ વાંચો : ટેક્નોલોજી 100% સાચી નથી...' યશસ્વીને આઉટ આપવાના વિવાદમાં 'હિટમેન'નું પહેલું નિવેદન
એ સ્થિતિમાં શ્રીલંકા WTC 2025 ફાઈનલમાં પહોંચી જશે
બીજી તરફ જો બોર્ડર-ગાવસ્કર સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ડ્રો રહી અને ઓસ્ટ્રેલિયા 2-1થી સીરિઝ જીતી લે છે અને બીજી તરફ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ 2-થી જીતવામાં સફળ રહ્યું તો આ સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ફાઈનલમાંથી બહાર થઈ જશે. અને શ્રીલંકા WTC 2025 ફાઈનલમાં પહોંચી જશે.