Get The App

World cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે ભારતની થશે કસોટી, રોહિત પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક

ભારત તરફથી વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને રોહિત શર્માના નામે છે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
World cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે ભારતની થશે કસોટી, રોહિત પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક 1 - image
Image:File Photo

World Cup Record IND vs AUS : વનડે વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા 5 વખત જયારે ભારત બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. વર્લ્ડ કપના રેકોર્ડની વાત કરીએ તો ભારત સામે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. જેમાંથી ભારત માત્ર 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી વર્લ્ડ કપ મેચ 2019માં ઓવલમાં રમાઈ હતી. ભારતે આ મેચ 36 રને જીતી લીધી હતી. શિખર ધવનના 117 રન, વિરાટ કોહલીના 82 રન અને રોહિત શર્માના 57 રનની મદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 352 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 316 રન જ બનાવી શકી હતી. આવતીકાલે ભારતની વનડે વર્લ્ડ કપની પાંચ વખતની ચેમ્પિયન ટીમ સામે કસોટી થશે.

ઓસ્ટ્રેલિયા સામે માત્ર બે બેટ્સમેનોએ ફટકારી છે સદી

હાલમાં વર્લ્ડ કપની 13મી સિઝન રમાઈ રહી છે, પરંતુ છેલ્લી 12 સીઝનમાં ભારતના માત્ર બે બેટ્સમેન ઓસ્ટ્રેલિયાની ટીમ સામે સદી ફટકારવામાં સફળ થયા છે. વનડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે પ્રથમ સદી ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અજય જાડેજાએ વર્ષ 1999માં ફટકારી હતી. 10 વર્ષ પછી એટલે કે વર્ષ 2019માં શિખર ધવને આ કારનામું કર્યું હતું. વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાયો હતો અને ધવને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.

સચિન અને રોહિતના નામે સૌથી વધુ સદી 

ભારત તરફથી વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને રોહિત શર્માના નામે છે. બંને બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં 6-6 સદી ફટકારી છે. પરંતુ આ બંને બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવામાં સફળતા મળી નથી. આ ઉપરાંત ભારતીય ટીમના સત્ર બેટ્સમેન વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવામાં સફળ થયો નથી. વિરાટનો આ ચોથો વર્લ્ડ કપ હશે પરંતુ હજુ સુધી તેને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવામાં સફળતા મળી નથી. હવે આવતીકાલની મેચમાં રોહિત પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક રહેશે.

World cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે ભારતની થશે કસોટી, રોહિત પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક 2 - image


Google NewsGoogle News