World cup Final : ક્રિકેટપ્રેમ સાથે ભક્તિમય બન્યું ભારત, ટીમ ઈન્ડિયાની જીત માટે દેશભરના મંદિરોમાં પ્રાર્થના-પૂજા કરાઈ

વારાણસીના સિંધિયા ઘાટ પર વિશેષ પ્રાર્થના-પૂજાવિધિ કરવામાં આવી

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
World cup Final : ક્રિકેટપ્રેમ સાથે ભક્તિમય બન્યું ભારત, ટીમ ઈન્ડિયાની જીત માટે દેશભરના મંદિરોમાં પ્રાર્થના-પૂજા કરાઈ 1 - image


World cup Final : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. જેને લઇ ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત દેશભરના મંદિરોમાં ભારતીય ટીમની જીત માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી રહી છે.  

મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી

ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારીએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને.  

મહારાષ્ટ્રના પૂનાના સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ આરતી

સમગ્ર ભારતમાં વિવિધ પ્રખ્યાત મંદિરોમાં ભારતની જીત માટે આતરી તેમજ પ્રાર્થના થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના પૂનામાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી.

વારાણસીના સિંધિયા ઘાટ પર વિશેષ પ્રાર્થના-પૂજાવિધિ કરવામાં આવી હતી.

મદુરાઈમાં પૂજા અને પ્રાર્થના

ભારતની જીત માટે દેશના મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે ભારત ત્રીજી વખત ચેમ્પિયન બને તે માટે તામિલનાડુના મદુરાઈ ગણેશ મંદિરમાં પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી.



Google NewsGoogle News