WC IND vs AUS Final: ઈતિહાસમાં આજ સુધી ફાઈનલમાં આવો કાર્યક્રમ નથી થયો, જાણો સંપૂર્ણ શિડ્યુલ

ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે

500 ડાન્સર્સ સાથે મ્યુઝીક કમ્પોઝર પ્રિતમ લાઇવ પરફોર્મ કરશે

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
WC IND vs AUS Final: ઈતિહાસમાં આજ સુધી ફાઈનલમાં આવો કાર્યક્રમ નથી થયો, જાણો સંપૂર્ણ શિડ્યુલ 1 - image


WC IND vs AUS Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ મેચને લઈને આજે અમદાવાદીઓ સહિત સમગ્ર રાજ્યમાં વર્લ્ડ કપ ફીવર જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચમાં બંને ટીમ જીત માટે મેદાન ઉતારશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થશે. આ સાથે જ દેશ-વિદેશના મહેમાનો પણ અમદાવાદમાં જમાવડો થશે.

ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનશે અમદાવાદ 

ફાઈનલની શરૂઆત એર શોથી થશે

ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. જેની કોઈ ફી નથી. આ એર શોમાં  IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટ માટે BCCIએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ સિવાય ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલા સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વીડિયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફર બતાવવામાં આવશે. આ દરમિયાન તમામ કેપ્ટનને નાના-નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. 

પરેડ ઓફ ચેમ્પિયન્સ

આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. આવું વર્લ્ડકપમાં પહેલી વખત બનશે. BCCI અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન(BCCI Will Honour World Cup Winning Captains With Special Blazer)ને સ્પેશિયલ બ્લેઝર દ્વારા સન્માનિત કરશે. ફાઈનલ મેચમાં પ્રથમ ઇનિંગ પછી આ સન્માન સમારોહ યોજાશે. આ ઈવેન્ટ માટે એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે. 20 સેકેન્ડની રીલ હાઈલાઈટમાં તેમની વિનિંગ મોમેન્ટ બતાવવામાં આવશે. 

500 ડાન્સર્સ સાથે મ્યુઝીક કમ્પોઝર પ્રિતમ લાઇવ પરફોર્મ કરશે 

ભારતના ફેમસ સંગીતકાર પ્રીતમનું લાઈવ પરફોર્મન્સ થશે. આ દરમિયાન 500 ડાન્સર્સ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. સંગીતકાર પ્રીતમ-દેવા દેવા, કેસરિયા, લહેરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ જેવા ગીત પ્રસ્તુત કરશે. આ ઇવેન્ટમાં આદિત્ય ગઢવી પ્રથમ ઈનીંગ ડ્રિંક્સ બ્રેકમાં પરફોર્મ કરશે. આદિત્યનું એક ગુજરાતી ગીત 'ગોતીલો' તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય થયું છે. સેકન્ડ ઈનિંગની બીજી ડ્રીંક્સ બ્રેક રાત 8:30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેજર શો થશે.

લેસર અને લાઇટ શોનું પણ આયોજન 

BCCI દ્વારા ફાઈનલ મેચ માટે સિંગિંગ પરફોર્મન્સ બાદ એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી ઇનિંગ્સના ડ્રીંક્સ બ્રેક દરમિયાન લેસર અને લાઇટ શો કરવામાં આવશે. એક અનોખા વિઝ્યુઅલ કાઉન્ટડાઉનના ભવ્યતાના સાથે સ્ટેડિયમમાં પ્રોગ્રામ કરેલ લાઇટ અને લેસર શો યોજાશે. યુકેની આ કંપની 25 વર્ષનો અનુભવ ધરાવતી યુકેની અદ્યતન મલ્ટીમીડિયા ટેકનોલોજી, એલ.એમ.પી વર્લ્ડ એક્સપોઝ, રાષ્ટ્રીય દિવસની ઉજવણી, 4D ઇમર્સિવ સિનેમા તેમજ હાઇ-પ્રોફાઇલ માર્કેટિંગ ઝુંબેશ જેવા કાર્યો કરે છે. તેમજ ગ્લોબલ લેવલે સ્પેશીયલ ઈફેક્ટ આપવા માટે 30 વર્ષનો અનુભવ પણ ધરાવે છે. 

ફાઈનલ મેચના અંતે શાનદાર ડ્રોન શો પણ યોજાશે 

ફાયનલ મેચ બાદ શાનદાર ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 1200 ડ્રોન વડે ચેમ્પિયન ટીમનું નામ દર્શાવશે, આ સાથે જ IPLની ટ્રોફી ડ્રોન સાથે રાત્રે જાદુ સર્જશે. ત્યારબાદ આતશબાજી કરવામાં આવશે.

WC IND vs AUS Final: ઈતિહાસમાં આજ સુધી ફાઈનલમાં આવો કાર્યક્રમ નથી થયો, જાણો સંપૂર્ણ શિડ્યુલ 2 - image



Google NewsGoogle News