World Cup 2023 : વિરાટ-રોહિતે વિકેટ લેતા અનુષ્કા-ઋતિકાનું આવું હતું રિએક્શન, વીડિયો થયો વાયરલ

ભારતે ODI World Cup 2023ની અંતિમ લીગમાં નેધરલેન્ડ્સને 160 રનહતી હરાવ્યું હતું

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વિરાટ-રોહિતે વિકેટ લેતા અનુષ્કા-ઋતિકાનું આવું હતું રિએક્શન, વીડિયો થયો વાયરલ 1 - image
Image:Social Media

World Cup IND vs NED : ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ODI World Cup 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. આ દરમિયાન ભારતીય ટીમ તરફથી 9 બોલરોએ બોલિંગ કરી હતી. ટીમના નિયમિત બોલરો ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે પણ બોલિંગ કરી હતી. બોલિંગ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.

વિરાટે ઝડપી વિકેટ

રોહિત શર્માએ ફેન્સની ડિમાન્ડ પૂરી કરતા વિરાટ કોહલીને બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. વિરાટે તેની બીજી ઓવરમાં નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડને આઉટ કર્યો હતો. કોહલીના વિકેટ લેતા જ પત્ની અનુષ્કા શર્મા ખુબ ખુશ થઇ હતી. અનુષ્કાનું રિએક્શન સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

રોહિતે 7 વર્ષ બાદ લીધી વિકેટ

વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેની પ્રથમ ઓવરમાં નેધરલેન્ડ્સના બેટ્સમેન તેજા નિદામનુરુને પવેલિયન ભેગો કર્યો હતો. રોહિતે લગભગ 7 વર્ષ બાદ વનડેમાં વિકેટ લીધી હતી. રોહિતના વિકેટ લેતા જ પત્ની ઋતિકા સજદેહની ખુશીનો કોઈ પાર ન રહ્યો. સોશ્યલ મીડિયા પર ઋતિકા અને અનુષ્કાના રિએક્શન વાયરલ થઇ રહ્યા છે.   

World Cup 2023 : વિરાટ-રોહિતે વિકેટ લેતા અનુષ્કા-ઋતિકાનું આવું હતું રિએક્શન, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News