World Cup 2023 : આજે બીજી મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડની 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં થશે ટક્કર

મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે બીજી મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડની 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં થશે ટક્કર 1 - image


Pakistan vs Netherlands : વર્લ્ડ કપ 2023ની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે અને પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને (New Zealand defeat defending champion England) હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે ગઈકાલે 9 વિકેટે મેચ જીતી હતી જેમાં  ડેવોન કોનવો અને રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી. આજે વર્લ્ડ કપની બીજી મેચમાં નેધરલેન્ડની પાકિસ્તાન સામે (Pakistan and Netherlands will play second match of world cup 2023) ટક્કર થશે. 

પાકિસ્તાન વર્લ્ડ કપમાં એક ખરાબ રેકોર્ડ ધરાવે છે

આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (The match will be played at Rajiv Gandhi Cricket Stadium) બપોરે 2 વાગ્યે શરુ થશે. રમાશે. 1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમ આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બાબર આઝમની કપ્તાનીવાળી આ ટીમને વર્લ્ડ કપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે. જો કે પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં એક (Pakistan's woeful record in the World Cup) ખરાબ રેકોર્ડ છે જેમાં ટીમે વર્લ્ડ કપની 5 ઓપનિંગ મેચોમાંથી માત્ર એકમાં જ જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હાલ શાનદાર ફોર્મમાં છે અને તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં 80 અને ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં 90 રન બનાવ્યા છે.

બંને ટીમો વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ટકરાશે

નેધરલેન્ડ અને પાકિસ્તાનની 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં (Netherlands will play against Pakistan in the WC after 20 years) ટકરાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2003ના દક્ષિણ આફ્રિકા યોજાયેલા વર્લ્ડ કપમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાને 97 રનથી જીત મેળવી હતી. આ પહેલા 1996ના વર્લ્ડ કપમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પાકિસ્તાનનો આઠ વિકેટે વિજય થયો હતો. વનડે ક્રિકેટમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાને નેધરલેન્ડ સામેની તમામ 6 મેચ (Pakistan has won all the six matches against Netherlands in ODI) જીતી છે.

World Cup 2023 : વર્લ્ડ કપ 2023ની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

આજે હૈદરાબાદમાં હવામાન કેવું રહેશે?

હૈદરાબાદનું હવામાન આજે સંપૂર્ણ સ્વચ્છ (The weather is completely clear today) રહેશે તેમજ વરસાદની કોઈ શક્યતા નથી એટલે કે મેચ કોઈપણ અવરોધ વિના રમાશે. હાલમાં અહીંનું વાતાવરણ ગરમ છે એટલે કે બપોરના સમયે તાપમાન ઉંચુ રહેશે.

કેવી છે હૈદરાબાદની પીચ ?

વર્લ્ડ કપ 2023ની વોર્મ-અપ મેચોમાં હૈદરાબાદની પીચ પર રનનો ઢગલો જોવા મળ્યો હતો જેથી એવું કહી શકાય કે આ પીચ પર ફક્ત બેટ્સમેનોને (batsmen will get more help on this pitch) જ વધુ મદદ મળશે અને મેચ હાઈ સ્કોરિંગ થઈ શકે છે. જો કે શરુઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.

World Cup 2023 : આજે બીજી મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડની 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં થશે ટક્કર 2 - image

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

Pakistan : ફખર ઝમાન, ઈમામ ઉલ-હક, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (wk), સઈદ શકીલ/સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ.

Netherlands : વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, વેસ્લી બારેસી, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (C/wk), રેયાન ક્લાઈન, લોગન વાન બીક, રોએલ્ફ વાન ડેર મેરવે, શરિઝ અહેમદ, પોલ વાન મિકરણ


Google NewsGoogle News