World Cup 2023 : શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે આજે પુણેમાં ટક્કર, જાણો કેવી હશે બંને ટીમોની પ્લેઇંગ-11

પુણેના એમસીએ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે આજે પુણેમાં ટક્કર, જાણો કેવી હશે બંને ટીમોની પ્લેઇંગ-11 1 - image


World Cup 2023 AFG vs SL : અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આજે ODI World Cup 2023ની 30મી મેચ રમાનાર છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમ ODI World Cup 2023માં અત્યાર સુધી 5-5 મેચ રમી છે જેમાંથી બંને ટીમોએ 2-2 મેચ જીતી છે. શ્રીલંકાએ ટુર્નામેન્ટની શરૂઆતની ત્રણ મેચ હાર્યા બાદ છેલ્લી 2 મેચમાં નેધરલેન્ડ્સ અને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. જયારે અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું હતું. જેથી ક્રિકેટ ફેન્સનું માનવું છે કે આજે બંને ટીમો વચ્ચે આજે રોમાંચક મેચ જોવા મળશે.

પુણેના મેદાન પર 8 વખત બન્યા 300થી વધુ રન

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અત્યાર સુધી 8 મેચ રમાઈ છે, જેમાં 8 વખત 300થી વધુનો સ્કોર બન્યો છે. ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સએ આ મેદાન અપર 4 મેચમાં 16 છગ્ગા ફટકાર્યા છે. બોલિંગની વાત કરીએ તો આ મેદાન અપર ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર્સ ફાસ્ટ બોલર જ છે. ફાસ્ટ બોલરો ભલે અહીં વિકેટ લેવામાં વધુ સફળ રહ્યા હોય પરંતુ આજે પિચ સ્પિનરોને પણ મદદ કરશે તેવી અપેક્ષા છે.

શ્રીલંકાની ટીમમાં થશે ફેરફાર

શ્રીલંકાની મુશ્કેલીઓ ODI World Cup 2023માં ઓછી થવાનું નામ નથી લઇ રહી. હસરંગા જેવા મોટા ખેલાડી વિના ભારત આવેલી શ્રીલંકાની ટીમે બીજા ત્રણ મેચ વિનર ખેલાડી ગુમાવી દીધા છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને મથિશા પાથિરા ઈજાના કારણે બહાર થઇ ગયા છે. આ ઉપરાંત લાહિરુ કુમારા પણ હવે ઈજાના કારણે ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. હવે શ્રીલંકાના ટીમ મેનેજમેન્ટ માટે આજે અફઘાનિસ્તાન સામે એક સંતુલિત પ્લેઇંગ ઈલેવન પસંદ કરવાની કસોટી રહેવાની છે. જયારે અફઘાનિસ્તાનની ટીમમાં ફેરફારની સંભાવના ઓછી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

શ્રીલંકા

કુસલ મેંડિસ (C/wkt), પથુમ નિસાંકા, કુસલ પરેરા/દિમુથ કરુણારત્ને, સદિરા સમરવિકરમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુસ, મહિષ તિક્ષના, કાસુન રાજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશાનકા

અફઘાનિસ્તાન

હશમતુલ્લાહ શાહિદી (C), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ (wkt), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મૂજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી

World Cup 2023 : શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે આજે પુણેમાં ટક્કર, જાણો કેવી હશે બંને ટીમોની પ્લેઇંગ-11 2 - image


Google NewsGoogle News