World Cup 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત... આ ઓલરાઉન્ડર આઉટ, અશ્વિનની એન્ટ્રી

ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને આર.અશ્વિનની ટીમમાં એન્ટ્રી

5 ઓક્ટોબરથી શરૂ થશે વન-ડે વર્લ્ડકપ-2023, તે પહેલા રમાશે પ્રેક્ટિસ મેચ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત... આ ઓલરાઉન્ડર આઉટ, અશ્વિનની એન્ટ્રી 1 - image

નવી દિલ્હી, તા.28 સપ્ટેમ્બર-2023, ગુરુવાર

ભારત (INDIA)ની યજમાની હેઠળ યોજાનાર વન-ડે વર્લ્ડ કપ-2023 (ICC World Cup 2023)ની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે... આ ટુર્નામેન્ટ 5મી ઓક્ટોબરથી શરૂ થશે. તે પહેલા 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ રમવાની છે. તમામ 10 ટીમોએ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત પહેલેથી જ કરી દીધી હતી. જોકે ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર નિર્ધારીત કરવામાં આવી હતી, આવી સ્થિતિમાં ભારતીય ટીમે આજે ટીમમાં એક મોટો ફેરફાર કરી ફાઈનલ ટીમ (Team India Squad)ની જાહેરાત કરી દીધી છે. ઈજા સામે ઝઝુમી રહેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel)ને બહાર કરાયો છે, તેના સ્થાને આર.અશ્વિન (Ravichandran Ashwin)ને ટીમમાં સમાવાયો છે.

વર્લ્ડ કપમાંથી અક્ષર આઉટ, અશ્વિનની એન્ટ્રી

ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને આર.અશ્વિનને ટીમમાં સામેલ કરાયો છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરિઝમાં અશ્વિનને તક અપાઈ હતી, જ્યાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જ્યારે અક્ષર પટેલ સિરિઝની અંતમ વન-ડે સુધી ફિટ થઈ શક્યો ન હતો.

દરમિયાન ભારતીય ટીમે વર્લ્ડ કપ પહેલા 2 પ્રેક્ટીસ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ પ્રેક્ટીસ મેચ 30 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુવાહાટીમાં રમાશે. આ માટે અશ્વિન સહિત આખી ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે.

45 દિવસ સુધી ‘વર્લ્ડ કપ ફેસ્ટીવલ’

વર્લ્ડ કપ 2023માં આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે, જે માટે 10 વેન્યૂ નિર્ધારિત કરાઈ છે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈ 8મી ઓક્ટોબરે થશે. મુંબઈમાં 15 નવેમ્બરે પ્રથમ સેમીફાઈનલ જ્યારે 16 નવેમ્બરે કોલકતામાં બીજી સેમિફાઈનલ રમાશે. અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે, જ્યારે 20 નવેમ્બરે રિઝર્વ ડે રખાયો છે.

પ્રેક્ટિસ મેચ પહેલા ગુવાહાટી પહોંચી ટીમ ઈન્ડિયા

વર્લ્ડ કપ પહેલા તમામ વોર્મઅપ મેચ ત્રણ વેન્યૂ, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને હૈદરાબાદમાં રમાશે. ભારતીય ટીમ 3 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ્સ સામે બીજી પ્રેક્ટીસ મેચ રમશે, જે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ડરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

વર્લ્ડ કપ માટે ભારતનો ફાઈનલ સ્કૉડ

રોહિત શર્મા (સુકાની), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા (ઉપસુકાની), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.

વર્લ્ડ કપમાં આ 10 ટીમો રમશે

ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા

વન-ડે વર્લ્ડ કપ 2023 પ્રેક્ટિસ મેચોનું શેડ્યૂલ... (Practice Match Schedule)

  • 29 સપ્ટેમ્બર : બાંગ્લાદેશ વિ. શ્રીલંકા, ગુવાહાટી
  • 29 સપ્ટેમ્બર : દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન, તિરુવનંતપુરમ
  • 29 સપ્ટેમ્બર : ન્યુઝીલેન્ડ વિ. પાકિસ્તાન, હૈદરાબાદ
  • 30 સપ્ટેમ્બર : ભારત વિ. ઈંગ્લેન્ડ, ગુવાહાટી
  • 30 સપ્ટેમ્બર : ઓસ્ટ્રેલિયા વિ. નેધરલેન્ડ, તિરુવનંતપુરમ
  • 02 ઓક્ટોબર : ઇંગ્લેન્ડ વિ. બાંગ્લાદેશ, ગુવાહાટી
  • 02 ઓક્ટોબર : ન્યુઝીલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, તિરુવનંતપુરમ
  • 03 ઓક્ટોબર : અફઘાનિસ્તાન વિ. શ્રીલંકા, ગુવાહાટી
  • 03 ઓક્ટોબર : ભારત વિ. નેધરલેન્ડ, તિરુવનંતપુરમ
  • 03 ઓક્ટોબર : પાકિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, હૈદરાબાદ

World Cup 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત... આ ઓલરાઉન્ડર આઉટ, અશ્વિનની એન્ટ્રી 2 - image

ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ (Team India World Cup 2023 Schedule)

  • 08 ઓક્ટોબર વિ. ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
  • 11 ઓક્ટોબર વિ. અફઘાનિસ્તાન, દિલ્હી
  • 14 ઓક્ટોબર વિ. પાકિસ્તાન, અમદાવાદ
  • 19 ઓક્ટોબર વિ. બાંગ્લાદેશ, પુણે
  • 22 ઓક્ટોબર વિ. ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
  • 29 ઓક્ટોબર વિ. ઈંગ્લેન્ડ, લખનૌ
  • 02 નવેમ્બર વિ. શ્રીલંકા, મુંબઈ
  • 05 નવેમ્બર વિ. દક્ષિણ આફ્રિકા, કોલકાતા
  • 12 નવેમ્બર વિ. નેધરલેન્ડ, બેંગલુરુ

Google NewsGoogle News