Get The App

World Cup 2023 : રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લઇ રચ્યો ઈતિહાસ

સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લઇ રચ્યો ઈતિહાસ 1 - image
Image:IANS

World Cup 2023 SA vs AFG : સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 42મી મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાનને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાને ગઈકાલે રમાયેલી મેચમાં ઈતિહાસ રચી દીધો હતી. તે અફગાનિસ્તાન માટે ODI World Cupના એક એડિશન(Rashid Khan Become Highest Wicket Taker For Afghanistan)માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. રાશિદ ખાન પહેલા આ રેકોર્ડ અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર શાપૂર ઝાદરાન અને ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના નામે હતો.

શાપૂર ઝાદરાન અને મોહમ્મદ નબીથી નીકળ્યો આગળ

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર શાપૂર ઝાદરાને ODI World Cup 2015માં 10 વિકેટ અને ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ ODI World Cup 2019માં 10 વિકેટ ઝડપી હતી. હવે રાશિદ ખાને ODI World Cup 2023માં 11 વિકેટ ઝડપી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં રાશિદ ખાને હેનરિક ક્લાસેનને બોલ્ડ કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર

રાશિદ ખાન - 11 વિકેટ, ODI World Cup 2023

શાપૂર ઝદરાન - 10 વિકેટ, ODI World Cup2015

મોહમ્મદ નબી - 10 વિકેટ, ODI World Cup 2019

ગુલબદિન નાયબ - 09 વિકેટ, ODI World Cup 2019

World Cup 2023 : રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લઇ રચ્યો ઈતિહાસ 2 - image


Google NewsGoogle News