World Cup 2023 : ન્યુઝીલેન્ડ અંતિમ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાંથી થઇ જશે બહાર! સેમિફાઈનલની રેસમાં આ રીતે પાકિસ્તાન આગળ

ન્યુઝીલેન્ડની ટીમ હાલ 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર ચોથા નંબરે છે

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ન્યુઝીલેન્ડ અંતિમ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાંથી થઇ જશે બહાર! સેમિફાઈનલની રેસમાં આ રીતે પાકિસ્તાન આગળ 1 - image
Image:IANS

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023માં ગઈકાલે અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચનાર ત્રીજી ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા પહેલા ભારત અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલ માટે ક્વાલિફાઈ કરી ચુક્યું છે. હવે ચોથી ટીમ માટે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ છે. આ ત્રણેય ટીમો પાસે 8 મેચ બાદ 8-8 પોઈન્ટ્સ છે. ન્યુઝીલેન્ડ તેની અંતિમ મેચ આવતીકાલે શ્રીલંકા સામે બેન્ગલુરુંમાં રમશે. પરંતુ હવામાનને લઈને આ શહેરથી સારા સમાચાર આવી રહ્યા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન(World Cup 2023 Semi Final Qualification)ના સેમિફાઈનલમાં પહોંચવાની સંભાવના વધુ દેખાઈ રહી છે.

મેચ રદ્દ થવાથી ન્યુઝીલેન્ડની મુશ્કેલીમાં થઇ શકે વધારો

ન્યુઝીલેન્ડે ODI World Cup 2015 અને 2019ના ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. છેલ્લા બે વર્લ્ડ કપથી ન્યુઝીલેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ODI World Cup 2023માં પણ ન્યુઝીલેન્ડે સતત 4 મેચ જીતી હતી. પરંતુ તે પછી સતત 4 હાર મળ્યા બાદ ટીમનું મનોબળ ઓછું થઇ ગયું છે. ટીમ તેના કેપ્ટન કેન વિલિયમ્સનની ઈજાના કારણે પણ મુશ્કેલીમાં રહી છે. જો બેન્ગલુરુંમાં રમાનાર મેચ રદ્દ થાય છે તો ન્યુઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગશે. કારણ કે ODI World Cup 2023માં શ્રીલંકાનું પ્રદર્શન એટલું પ્રભાવશાળી રહ્યું નથી. આ સિવાય જો મેચ રદ્દ થાય છે તો ન્યુઝીલેન્ડને માત્ર 1 પોઈન્ટ મળશે.  

પોઈન્ટ્સ ટેબલ પર ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને

ન્યુઝીલેન્ડની ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલ પર ચોથા નંબરે છે. તેની પાસે હાલ 8 પોઈન્ટ્સ છે. મેચ રદ્દ થયાની સ્થિતિમાં ન્યુઝીલેન્ડને 1 મળવાથી તેની પાસે 9 મેચમાં 9 પોઈન્ટ્સ થઇ જશે. પાકિસ્તાનની ટીમને 8 મેચમાં 8 પોઈન્ટ્સ મળ્યા છે. તેની આગમી મેચ 11 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ સામે છે અને જો પાકિસ્તાન ઇંગ્લેન્ડને હરાવવામાં સફળ રહ્યું તો તે ન્યુઝીલેન્ડથી આગળ નીકળી જશે અને ન્યુઝીલેન્ડ તેની અંતિમ મેચ રમ્યા વિના ODI World Cup 2023થી બહાર થઇ જશે.

World Cup 2023 : ન્યુઝીલેન્ડ અંતિમ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાંથી થઇ જશે બહાર! સેમિફાઈનલની રેસમાં આ રીતે પાકિસ્તાન આગળ 2 - image


Google NewsGoogle News