Champions Trophy : પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ઈંગ્લેન્ડ આઉટ થવાની સંભાવના, અફઘાનિસ્તાનને તક
વર્લ્ડ કપમાં 10 ટીમમાંથી ચાર ટીમ સેમીફાઈનલમાં જશે,
Image Twitter |
તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર
Champions Trophy:વર્લ્ડ કપમાં 10 ટીમમાંથી ચાર ટીમ સેમીફાઈનલમાં જશે, પરંતુ હવે લડાઈ ટોપ 4માં નહી પરંતુ ટોપ 7માં રહેવાની છે. હકીકતમા, વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલની અસર ચેમ્પિયન્સ ટ્રોફી પર જોવા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેવાની છે
ICC ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ ટુર્નામેન્ટ 2025માં રમાશે. ભારતમાં થઈ રહેલા વર્લ્ડ કપની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેવાની છે. વર્લ્ડ કપમાં 10 માંથી 4 ટીમો સેમીફાઈનલમાં જશે, પરંતુ, ટોપ 7માં રહેવાની ટીમો વચ્ચે છે. હકીકતમા, વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલની અસર ચેમ્પિયન્સ ટ્રોફી પર જોવા મળશે.
પોઈન્ટ ટેબલમાં જે પહેલા 7 નંબરમાં રહેશે તે ટીમો ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ થશે
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન છેલ્લે 2017માં કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાને ભારતને હરાવી ખિતાબ કબજે કર્યો હતો. હવે ફરી 2025માં રમાવાની છે ત્યારે વર્લ્ડ કપના લીગ તબક્કાના અંતે પોઈન્ટ ટેબલમાં જે પહેલા 7 નંબરમાં રહેશે તે ટીમો ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ કરવામાં આવશે. યજમાન પાકિસ્તાનની સાથે આઠ ટીમો રમશે. ICCના એક પ્રવક્તાએ જણાવ્યું કે, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે યોગ્યતા સિસ્ટમને 2021 માં ICC બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
તો ઈંગ્લેન્ડ બહાર થઈ શકે છે
જો વર્લ્ડ કપમાં ટોચની સાત ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનો મોકો મળે તો ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ પણ દૂર રહી શકે છે. તે વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલ પ્રમાણે તે સૌથી નીચે એટલે કે 10મા ક્રમે છે. તો અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ થઈ શકે છે, કારણ કે તે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થાય તેવુ લાગી રહ્યું છે.