World cup 2023 : આજે પાકિસ્તાન અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રલિયા વચ્ચે મેચ, બેંગલુરુમાં થશે ટક્કર

બંને ટીમોએ અગાઉ 3-3 મેચ રમી છે માં પાકિસ્તાને બે જ્યારે ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે

પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 4 અને ઓસ્ટ્રેલિયા 6 સ્થાન પર છે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
World cup 2023 : આજે પાકિસ્તાન અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રલિયા વચ્ચે મેચ, બેંગલુરુમાં થશે ટક્કર 1 - image


AUS vs PAK World Cup 2023  : આજે વર્લ્ડ કપ 2023ની 18મી મેચમાં પાકિસ્તાનનો (Pakistan will face Australia) સામનો પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન (five-time world champions) ઓસ્ટ્રેલિય સામે બેંગલુરુમાં થશે. બંને ટીમોએ અગાઉ 3-3 મેચ રમી છે જેમાં પાકિસ્તાને બે મેચમાં જીત મેળવી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ એક મેચમાં જ જીત મળી છે જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 4 અને ઓસ્ટ્રેલિયા 6 સ્થાન પર છે.

પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ વાયરલ ફીવરનો શિકાર બન્યા હતા

આજે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવશે તો તેની વર્લ્ડ કપમાં સતત ત્રીજી (consecutive World Cup victory) જીત હશે. આ પહેલા 2019 અને 2015ના વર્લ્ડ કપમાં કાંગારુ ટીમે પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમનું ફોર્મ અને ફિટનેસ પણ શંકાસ્પદ છે અને મોટાભાગના ખેલાડીઓ વાયરલ ફીવરનો શિકાર (succumbed to viral fever) બન્યા હતા. આ સ્થિતિમાં પાકિસ્તાનની ટીમમાં કેટલા ફેરફાર થશે તે જોવાનું રહેશે. આજની મેચ બેંગલુરુના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરુ થશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન પણ આ વર્લ્ડ કપમાં હજુ સુધી ખાસ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયાને ભારત અને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે શ્રીલંકા સામે તેને પાંચ વિકેટથી જીત મળી હતી. હજુ પણ ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન ટીમને છાજે તેવા પ્રદર્શનની જરૂર છે.

બંને દેશોનો હેડ ટું હેડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી વનડે ક્રિકેટમાં 107 વખત સામ-સામે રમી ચુકી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 69 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 34 મેચ જીતી છે. ત્રણ મેચ અનિર્ણિત રહી છે અને એક મેચ ટાઈ પણ થઈ હતી. આ મુજબ ઓસ્ટ્રેલિયાનું પાકિસ્તાન સામે એક તરફી પ્રભુત્વ (one-sided dominance) છે તેવુ લાગી રહ્યું છે. બંને દેશો વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 10 મેચ રમ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયાએ 6 અને પાકિસ્તાને 4માં જીત હાંસલ કરી છે.

બેંગલુરુની પીચ બેટિંગ માટે વધુ અનુકુળ

બેંગલુરુની એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ (generally suitable for batting) માટે અનુકુળ છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 26 વનડે મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ 11 મેચ જ્યારે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ 12 મેચ જીતી છે જ્યારે બે મેચ અનિર્ણિત રહી હતી અને એક મેચ ટાઈ રહી હતી. આ મેદાન પર પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 260 રન છે.

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

ઓસ્ટ્રેલિયા:

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

પાકિસ્તાનઃ

અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (wk), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર/મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.

World cup 2023 : આજે પાકિસ્તાન અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રલિયા વચ્ચે મેચ, બેંગલુરુમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News