World cup 2023 : ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સને તોડ્યો સ્ટીફન ફ્લેમિંગનો રેકોર્ડ, બન્યો પ્રથમ કિવી ખેલાડી
બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયા બાદ વિલિયમ્સન સતત 4 મેચ રમી શક્યો ન હતો
Image:IANS |
World Cup 2023 NZ vs PAK : ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે ODI World Cup 2023ની 35 મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ ટીમમાં તેના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સનની વાપસી થઇ છે. બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયા બાદ તે સતત 4 મેચ રમી શક્યો ન હતો. પરંતુ પાકિસ્તાન સામે ટીમમાં પરત ફરતાની સાથે જ વિલિયમ્સને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ODI World Cupમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ODI World Cupની 25 મેચની 24 ઇનિંગ્સ(Kane Williamson Scored Most Runs For New Zealand In ODI World Cup)માં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તે ન્યુઝીલેન્ડ માટે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. વિલિયમ્સને પાકિસ્તાન સામે 79 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા. વિલિયમ્સને ન્યુઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડી દીધો છે. સ્ટીફને 33 ઇનિંગ્સમાં 1075 રન બનાવ્યા છે જયારે વિલિયમ્સને 24 ઇનિંગ્સમાં 1084 રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડ માટે ODI World Cupમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
કેન વિલિયમ્સન - 1084 રન, 24 ઇનિંગ્સ
સ્ટીફન ફ્લેમિંગ - 1075, 33 ઇનિંગ્સ
રોસ ટેલર - 1002 રન, 30 ઇનિંગ્સ
માર્ટિન ગુપ્ટિલ - 995, 27 ઇનિંગ્સ
સ્કોટ સ્ટાયરીસ - 909 રન, 22 ઇનિંગ્સ
ત્રણ ODI World Cup રમી ચુક્યો છે વિલિયમ્સન
કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ માટે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યો હતો. તેણે 162 વનડે મેચની 154 ઇનિંગ્સમાં 48.40ની એવરેજથી 6632 રન બનાવ્યા છે. વિલિયમસનના નામે વનડેમાં 13 સદી અને 43 ફિફ્ટી છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 148 રન છે. વિલિયમસને તેના ક્રિકેટિંગ કરિયરમાં અત્યાર સુધીમાં 3 ODI World Cup રમ્યા છે. વર્ષ 2010માં ડેબ્યૂ કર્યાના તરત બાદ જ તે ODI World Cup 2011માં રમ્યો હતો. આ પછી તે 2015 અને 2019 માં પણ ટીમનો ભાગ હતો.