World Cup 2023 : આજે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, જાણો અત્યાર સુધી કોનું રહ્યું છે પલડું ભારે

હૈદરાબાદની પિચ પર ઘાસ નથી જેથી બેટ્સમેનોને મદદ મળી શકે છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, જાણો અત્યાર સુધી કોનું રહ્યું છે પલડું ભારે 1 - image
Image:IANS

World Cup 2023 : આજે ODI World Cup 2023માં ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ્સ(NZ vs NED)ની ટીમ વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો અત્યાર સુધી 4 વખત સામસામે આવી ચુકી છે અને ચારેય વખત ન્યુઝીલેન્ડની ટીમે મેચમાં જીત મેળવી છે. બંને ટીમો World Cup 2023માં એક-એક મેચ રમી ચુકી છે. ન્યુઝીલેન્ડે તેની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે 9 વિકેટે જીત મેળવી હતી જયારે નેધરલેન્ડ્સની ટીમને પાકિસ્તાન સામે 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે.

ન્યુઝીલેન્ડ જીતનો મોમેન્ટમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે

આજે નેધરલેન્ડ્સ સામે રમાનાર મેચમાં ન્યુઝીલેન્ડ પોતાની જીતનો મોમેન્ટમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે જ્યારે નેધરલેન્ડની ટીમ જીતના પાટા પર પાછા ફરવા માંગશે. ન્યુઝીલેન્ડ માટે આ મેચમાં કેન વિલિયમસનનું રમવું શંકાસ્પદ લાગે છે. જો કે લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉથી મેચ માટે ઉપલબ્ધ હોઈ શકે છે. બંને ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યા ન હતા. બીજી તરફ નેધરલેન્ડનો ખેલાડી લોગાન વાન બીક હજુ પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો છે.

કેવી છે હૈદરાબાદની પિચ

હૈદરાબાદની પિચની વાત કરીએ તો આ પિચ પર ઘાસ નથી જેથી બેટ્સમેનોને મદદ મળી શકે છે. આ હાઈસ્કોરિંગ ગ્રાઉન્ડ છે. અહિયાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 288 રહ્યો છે. આજે હૈદરાબાદમાં દિવસે તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે. હૈદરાબાદમાં આજે સાંજે ઠંડી રહેશે અને હવામાન સ્વચ્છ રહેશે. આ સ્થિતિમાં મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના નહિવત રહેશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ન્યુઝીલેન્ડ

ટોમ લાથમ (C/wkt), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ટિમ સાઉથી/લોકી ફર્ગ્યુસન, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ

નેધરલેન્ડ્સ

સ્કોટ એડવર્ડ્સ (C/wkt), વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનરુ, શાકિબ ઝુલ્ફીકાર, રોએલ્ફ વાન ડેર મેરવે, આર્યન દત્ત, પોલ વાન મીકરન, રેયાન ક્લાઇન

World Cup 2023 : આજે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, જાણો અત્યાર સુધી કોનું રહ્યું છે પલડું ભારે 2 - image


Google NewsGoogle News