World Cup 2023 : ગોલ્ડન બેટની રેસમાં વિરાટ કોહલી પાસે નંબર-1 બનવાની તક, સચિનના 2 વર્લ્ડ રેકોર્ડ નિશાને
વિરાટ કોહલીએ ODI World Cup 2023ની 8 મેચોમાં 543 રન બનાવ્યા છે
Image:IANS |
World Cup 2023 IND vs NED : ODI World Cup 2023માં ગોલ્ડન બેટની રેસમાં ન્યુઝીલેન્ડનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર 591 રન સાથે ટોપ પર છે. જયારે ક્વિન્ટન ડી કોક 565 રન સાથે બીજા સ્થાને છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ લીસ્ટમાં ત્રીજા સ્થાને છે. આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ODI World Cup 2023ના લીગ સ્ટેજની અંતિમ મેચ રમાનાર છે. કોહલીની નજર આજે સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ પર રહેશે.
સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લીસ્ટમાં કોહલી ત્રીજા નંબરે
વિરાટ કોહલીએ ODI World Cup 2023માં અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં 108.60ની એવરેજથી 543 રન બનાવ્યા છે. જો કોહલી આજે નેધરલેન્ડ સામે 49 રન બનાવશે તો તે ODI World Cup 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનો(Most Runs In ODI World Cup 2023)ની લીસ્ટમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. આ ઉપરાંત તેની નજર સચિન તેંડુલકરના 2 વર્લ્ડ રેકોર્ડ પર રહેવાની છે. કોહલી આજે સદી ફટકારી સચિનનો વનડેમાં 49 સદીનો રેકોર્ડ તોડી દેશે.
કોહલીની નજર સચિનના વધુ એક રેકોર્ડ પર
વિરાટ કોહલી આજે જો સચિનના 49 સદીના રેકોર્ડને તોડશે તો તેની નજર સચિનના એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડ પર રહેશે. ભારત જયારે ODI World Cup 2023ના ફાઈનલમાં પહોંચ્યું હતું ત્યારે સચિન તેંડુલકરે 673 રન બનાવ્યા હતા. કોહલીને આ રેકોર્ડ તોડવા માટે 131 રનની જરૂર છે. કોહલી ઉપરાંત ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ ગોલ્ડન બેટની રેસમાં છે. તે 442 રન સાથે આ લીસ્ટમાં છટ્ઠા નંબરે છે.