World Cup 2023 : રોહિત શર્મા કરશે બોલિંગ? બીજી હેટ્રિક લેવાની તૈયારી, અશ્વિનની મેંટોરશીપમાં કરી પ્રેક્ટિસ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI World Cup 2023ની 17મી મેચ પુણેમાં રમાશે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : રોહિત શર્મા કરશે બોલિંગ? બીજી હેટ્રિક લેવાની તૈયારી, અશ્વિનની મેંટોરશીપમાં કરી પ્રેક્ટિસ 1 - image
Image:Screengrab

World Cup 2023 Rohit Sharma Bowling Practice : ભારતીય ક્રિકેટ ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે. ભારતે તેની શરૂઆતની ત્રણેય મેચમાં જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ ખુબ જ સંતુલિત છે. ટીમમાં યુવા ખેલાડીથી લઈને અનુભવી ખેલાડીઓ પણ છે. ટીમમાં હાર્દિક અને જાડેજા જેવા જબરદસ્ત ઓલરાઉન્ડર ખેલાડીઓ છે, જેઓ જરૂરતના સમયે બેટિંગ પણ કરે છે. કેપ્ટન રોહિત શર્માએ ODI World Cup 2023ની શરૂઆત પહેલા એક પ્રેસ કોન્ફ્રેંસ દરમિયાન કહ્યું હતું કે જરૂર પડશે તો તે બોલિંગ પણ કરશે. સોશ્યલ મીડિયા પર હાલ રોહિતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રોહિત બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

રોહિત શર્મા નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું હતું કે જરૂર પડશે તો રોહિત અને વિરાટ બોલિંગ પણ કરશે. જો કે તેને એમ પણ કહ્યું હતું કે તેની આંગળીઓમાં સમસ્યા હોવાના કારણે તે બોલિંગ નથી કરતો. તે નથી ઈચ્છતો કે બોલિંગ કરવાના ચક્કરમાં તેની બેટિંગ પર કોઈ અસર પડે. જો કે બાંગ્લાદેશ સામે રમાનાર આગામી મેચ પહેલા રોહિત શર્મા નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. જેનો સોશ્યલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે.

અશ્વિનની મેંટોરશીપમાં બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે રોહિત 

સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન નેટ્સમાં રોહિત શર્માને બોલિંગના ગુણો શીખવી રહ્યો છે. પુણેમાં રમાનાર ODI World Cup 2023માં ભારતની ચોથી મેચ પહેલા રોહિત અશ્વિનની મેંટોરશીપમાં બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેથી એવું લાગી રહ્યું છે કે હીટમેન આગામી મેચમાં બોલિંગ કરતો પણ જોવા મળી શકે છે.

રોહિતના નામે છે એક હેટ્રિક

રોહિત શર્માએ તેના ક્રિકેટિંગ કરિયરમાં અત્યાર સુધી કુલ 94 વિકેટ ઝડપી છે. જો કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે 11 વિકેટ છે. રોહિતે IPL 2009માં ડેક્કન ચાર્જર્સ માટે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ એક મેચમાં હેટ્રિક લીધી હતી. રોહિતે અભિષેક નાયર, હરભજન સિંહ અને જેપી ડુમિનીને આઉટ કર્યા હતા.

World Cup 2023 : રોહિત શર્મા કરશે બોલિંગ? બીજી હેટ્રિક લેવાની તૈયારી, અશ્વિનની મેંટોરશીપમાં કરી પ્રેક્ટિસ 2 - image


Google NewsGoogle News