વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં થયા ફેરફાર, 4 ટીમો થઈ શકે છે બહાર, જાણો ભારતની શું છે સ્થિતિ

આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 10 મેચ પૂરી થઈ છે

ગઈ કાલે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં થયા ફેરફાર, 4 ટીમો થઈ શકે છે બહાર, જાણો ભારતની શું છે સ્થિતિ 1 - image


World Cup 2023: વર્લ્ડ કપ 2023માં અત્યારે સુધી ખુબ સારી મેચો જોવા મળી. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 10 મેચ પૂરી થઈ છે. ગઈ કાલે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જેમાં હાલના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાની ટીમને ફાયદો થયો છે જ્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે રમાયેલી મેચ પહેલા હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ નીચે ગઈ છે.

પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર 

આ મેચ બાદ એક, બે કે ત્રણ નહિ પરંતુ 4 ટીમો વર્લ્ડ કપ 2023થી લગભગ બહાર થઇ શકે છે એમ કહી શકાય. જેમાં શ્રીલંકા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકાની ટીમે વર્લ્ડ કપ 2023માં સતત બીજી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવીને સાઉથ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા એક સ્થાન ગુમાવીને ત્રીજા સ્થાને આવી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં રહેલી તમામ ટીમોના 4-4 પોઈન્ટ સમાન છે. પરંતુ નેટ રન-રેટના કારણે દક્ષિણ આફ્રિકા સૌથી આગળ છે.

4 ટીમ વચ્ચે મુકાબલો 

સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાન 4-4 પોઈન્ટ્સ પર છે. સાઉથ  આફ્રિકાનો નેટ રન-રેટ  +2.360 છે. ન્યુઝીલેન્ડનો નેટ રન-રેટ +1.958 છે. જયારે ભારતનો નેટ રન-રેટ +1.500 અને પાકિસ્તાનનો નેટ રન-રેટ +0.927 છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ આગામી મેચો જીતવાની સાથે પોતાના નેટ રન-રેટમાં પણ સુધારો કરવો પડશે.

આ ટીમોને જીતની રાહ 

વર્લ્ડ કપમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન એક પણ જીત મેળવી શક્યા નથી. શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. નેધરલેન્ડની ટીમ આઠમા સ્થાને, ઓસ્ટ્રેલિયાની ટીમ નવમા સ્થાને અને અફઘાનિસ્તાનની ટીમ 10મા સ્થાને છે.

વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં થયા ફેરફાર, 4 ટીમો થઈ શકે છે બહાર, જાણો ભારતની શું છે સ્થિતિ 2 - image


Google NewsGoogle News