VIDEO : પાકિસ્તાન સામે ભારતની જીત થતાં ધમાકેદાર આતશબાજી, રસ્તા પર પણ ફેન્સ ઉમટ્યા

ભારતનો પાકિસ્તાન 7 વિકેટે વિજય થતાં જ દેશભરમાં ઉજવણી શરૂ

ચાહકોએ રસ્તા પર આવી ફટાકડા ફોડી ઉજવી રહ્યા છે ભવ્યાતિભવ્ય જીત

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
VIDEO : પાકિસ્તાન સામે ભારતની જીત થતાં ધમાકેદાર આતશબાજી, રસ્તા પર પણ ફેન્સ ઉમટ્યા 1 - image

અમદાવાદ, તા.14 ઓક્ટોબર-2023, શનિવાર

વર્લ્ડ કપ-2023 (World Cup 2023)માં ભારતની પાકિસ્તાન (India Vs Pakistan) સામે ભવ્ય જીત સાથે ધમાકેદાર આતશબાજી શરૂ થઈ ગઈ છે. તો ચાહકો રસ્તા પર આવીને પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરી રહ્યા છે. હાલ દેશભરમાં ભારતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજની જીત સાથે જ ભારતે પાકિસ્તાન સામે સતત 8મી જીત નોંધાવી છે, તો આ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત સાથે ટોપ પર આવી ગયું છે.

ભારતની પાકિસ્તાન સામે 7 વિકેટે જીત

વર્લ્ડકપ 2023ની આજની હાઈવોલ્ટેજ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય થયો છે. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં 192 રન બનાવી ભવ્ય જીત મેળવી છે. ભારત તરફથી રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી છે, તો બોલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ પણ દમદાર પ્રદર્શન કરી 2-2 વિકેટ ઝડપી છે.


Google NewsGoogle News