Get The App

World Cup 2023 : ભારતને સેમિફાઈનલમાં પહોંચવા એક જીતની જરુર, શ્રીલંકા સામે વાનખેડેમાં થશે ટક્કર

વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે ભારતનું પલડું ભારે રહ્યું છે

ભારતીય ટીમ 6 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને છે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતને સેમિફાઈનલમાં પહોંચવા એક જીતની જરુર, શ્રીલંકા સામે વાનખેડેમાં થશે ટક્કર 1 - image


World Cup 2023 IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ODI World Cup 2023ની 33મી મેચ રમાનાર છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી World Cupમાં જબરદસ્ત ટક્કર જોવા મળી છે. ભારત અત્યાર સુધી રમાયેલી તેની 6 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને છે. જયારે શ્રીલંકાની ટીમ 6 મેચમાંથી 2 મેચ જીતીને સાતમાં સ્થાન છે. આજે ભારતીય ટીમ સેમિફાઈનલમાં તેનું સ્થાન પાક્કું કરવા મેદાન પર ઉતરશે. ભારતીય ટીમને સેમિફાઈનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે.

વાનખેડેમાં રનનો વરસાદ જોવા મળી શકે છે આજે 

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમે અહીં અત્યાર સુધી 20 વનડે મેચ રમી છે. ભારતીય ટીમ 1987થી 2023 વચ્ચે રમાયેલી આ 20 મેચોમાંથી માત્ર 11 મેચ જ જીતી છે જયારે 9 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમે આ મેદાન પર 5 મેચ રમી છે. જેમાંથી તે 2 જીતી છે જયારે તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ માનવામાં આવે છે. આ મેદાન પર IPLમાં રમાયેલી મેચોમાં રનોનો વરસાદ જોવા મળ્યો છે. હાલમાં જ આ મેદાન પર રમેય્લી 2 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે મોટો સ્કોર કર્યો હતો. આજે પણ કંઇક આવું જ જોવા મળી શકે છે. 

વનડેમાં ભારતનું પલડું ભારે 

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 167 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે 98 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ 57 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી છે અને 11 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમનું પલડું વનડેમાં ભારે રહ્યું છે. વાત કરીએ ODI World Cupની તો ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી ODI World Cupમાં કુલ 9 મેચ રમાઈ છે જેમાં બંને ટીમોએ 4-4 મેચ જીતી છે અને એક મેચનું પરિણામ આવી શક્યું ન હતું. ભારતીય ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિના મેદાન પર ઉતરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ તેના પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

શ્રીલંકા

કુસલ મેન્ડિસ (C/wkt), દિમુથ કરુણારત્ને, પથુમ નિસાંકા, સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, મહિષ તિક્ષના, દિલશાન મદુશંકા, કસુન રાજીથા, દુષ્મંથા ચમીરા

World Cup 2023 : ભારતને સેમિફાઈનલમાં પહોંચવા એક જીતની જરુર, શ્રીલંકા સામે વાનખેડેમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News