World Cup : સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ વિરાટ કોહલીના નિશાના પર, આ મામલે નીકળી શકે છે આગળ

ભારતીય ટીમે હજુ સુધી ODI World Cupમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
World Cup : સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ વિરાટ કોહલીના નિશાના પર, આ મામલે નીકળી શકે છે આગળ 1 - image
Image:IANS

IND vs PAK : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ODI World Cup 2023ની 12મી મેચ રમાઈ રહી છે. આજે પાકિસ્તાન સામે ભારતીય ટીમની નજર ODI World Cup રેકોર્ડને 8-0 કરવા પર રહેશે. ભારતીય ટીમે હજુ સુધી ODI World Cupમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ રેકોર્ડ કાયમ રાખવાનો પ્રયત્ન કરશે. જયારે ભારતીય ક્રિકેટ ચાહકોની નજર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. આ બંને ખેલાડીઓ ODI World Cupમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે આ બંને ખેલાડીઓ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.

સચિન પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

ODI World Cupમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI World Cup મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. સચિને પાકિસ્તાન સામે રમાયેલી 5 ODI World Cup મેચોમાં 78.25ની એવરેજથી 313 રન બનાવ્યા છે. સચિને આ દરમિયાન 3 ફિફ્ટી પણ ફટકારી છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા નંબરે છે. વિરાટે 64.33ની એવરેજથી 193 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને એક ફિફ્ટી ફટકારી છે. જયારે રોહિત શર્માએ 2 ઇનિંગમાં 77.50ની એવરેજથી 155 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી બની જશે આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. અઝરૂદ્દીને 3 મેચમાં 39.33ની એવરેજથી 118 રન બનાવ્યા છે. વિરાટ કોહલીને વનડેમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બનવા માટે એક સદીની જરૂર છે અને જો વિરાટ આમ કરશે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે. આ સાથે વિરાટ કોહલી પાકિસ્તાન સામે ODI World Cupમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે. 

World Cup : સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ વિરાટ કોહલીના નિશાના પર, આ મામલે નીકળી શકે છે આગળ 2 - image


Google NewsGoogle News