IND vs AFG World Cup 2023 : ભારતનો અફઘાનિસ્તાન સામે 8 વિકેટે વિજય, રોહિત અને કોહલીનો તરખાટ, બુમરાહે લીધી 4 વિકેટ

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી 3 વન-ડે રમાઈ, જેમાં 2 મેચમાં ભારતનો, 1 મેચ ટાઈ રહી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
IND vs AFG World Cup 2023 : ભારતનો અફઘાનિસ્તાન સામે 8 વિકેટે વિજય, રોહિત અને કોહલીનો તરખાટ, બુમરાહે લીધી 4 વિકેટ 1 - image

દિલ્હી, તા.11 ઓક્ટોબર-2023, બુધવાર

INDvsAFG World Cup 2023 : આજે વર્લ્ડકપ-2023ની 9મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. અફઘાનિસ્તાને પહેલા ટોસ જીતીને બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ ધમાકેદાર ઇનિંગ રમી અને ઓમરઝાઇએ પણ 62 રનની ઇનિંગ સાથે એક સારો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી અને વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ ઝડપી હતી.

ભારત-અફઘાનિસ્તાન મેચનો સંપૂર્ણ સ્કોર જોવા અહીં ક્લિક કરો

IND vs AFG World Cup 2023 LIVE Score

વિરાટ કોહલીની ફિફ્ટી 

વિરાટ કોહલીએ 56 બોલમાં 55 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.

25.4 ઓવર - ભારતની બીજી વિકેટ પડી : રાશિદ ખાનની બોલિંગમાં રોહિત શર્મા 131 રને આઉટ

• ભારતનો સ્કોર : 25 ઓવરમાં 202/1

વર્લ્ડ રેકોર્ડ હિટમેનના નામે 

સદી
ખેલાડી 
7
રોહિત શર્મા
6
સચિન તેંડુલકર
5
રિકી પોન્ટિંગ
5
કુમાર સંગાકારા

• ભારતનો સ્કોર : 20 ઓવરમાં 164/1

18.4 ઓવર - ભારતની પ્રથમ વિકેટ પડી : રાશિદ ખાનની બોલિંગમાં ઇશાન કિશન 47 રને આઉટ

• ભારતનો સ્કોર : 15 ઓવરમાં 130/0

• ભારતનો સ્કોર : 10 ઓવરમાં 94/0

હિટમેને ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો

ખેલાડીઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા
રોહિત શર્મા
554* 
ક્રિસ ગેલ
553
શાહિદ આફ્રિદી
476 
બ્રેન્ડન મેક્કુલમ
398
માર્ટિન ગુપ્ટિલ
383

રોહિત શર્માએ ફટકારી ફિફ્ટી

રોહિત શર્માની ઘમાકેદાર શરૂઆત. 30 બોલમાં 53 રન કરી પોતાની અડઘી સદી પૂરી કરી છે. 

ભારતનો સ્કોર : 5 ઓવરમાં 37/0

અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો

અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ ધમાકેદાર ઇનિંગ રમી અને ઓમરઝાઇએ પણ 62 રનની ઇનિંગ સાથે એક સારો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ ઝડપી હતી.

 48.1 ઓવર - અફઘાનિસ્તાનની આઠમી વિકેટ પડી : જસપ્રીત બુમરાહની બોલિંગમાં રાશિદ ખાન 16 રને આઉટ

 44.6 ઓવર - અફઘાનિસ્તાનની સાતમી વિકેટ પડી : જસપ્રીત બુમરાહની બોલિંગમાં નબી 19 રને LBW થયો

44.2 ઓવર - અફઘાનિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી : જસપ્રીત બુમરાહની બોલિંગમાં નજીબુલ્લાહ 2 રને આઉટ

• 42.4 ઓવર - અફઘાનિસ્તાનની પાંચમી વિકેટ પડી : કુલદીપ યાદવની બોલિંગમાં કેપ્ટન શાહિદી 80 રને LBW થયો

• અફઘાનિસ્તાનનો સ્કોર : 40 ઓવરમાં 211/4

• અફઘાનિસ્તાનનો સ્કોર : 35 ઓવરમાં 189/4

• 34.2 ઓવર - અફઘાનિસ્તાનની ચોથી વિકેટ પડી : હાર્દિક પંડ્યાની બોલિંગમાં અઝમતુલ્લા ઓમરઝાઈ 62 રને બોલ્ડ થયો

ઓમરઝાઈ અને શાહિદીની ફિફ્ટી 

કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ફિફ્ટી ફટકારી 100+ રનની ભાગીદારી કરી હતી. 

• અફઘાનિસ્તાનનો સ્કોર : 30 ઓવરમાં 147/3

• અફઘાનિસ્તાનનો સ્કોર : 25 ઓવરમાં 114/3

• અફઘાનિસ્તાનનો સ્કોર : 15 ઓવરમાં 70/1

13.1 ઓવર - અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ પડી : શાર્દુક ઠાકુર ની બોલિંગમાં રહમત શાહ 16 રને LBW આઉટ

12.4 ઓવર - અફઘાનિસ્તાનની બીજી વિકેટ પડી : હાર્દિક પંડ્યાની બોલિંગમાં રહેમાનુલ્લા ગુરબાજ 21 રને આઉટ, શાર્દુક ઠાકુરે કર્યો કેચ

• અફઘાનિસ્તાનનો સ્કોર : 10 ઓવરમાં 48/1

6.4 ઓવર - અફઘાનિસ્તાનની પહેલી વિકેટ પડી : જસપ્રિત બુમરાહની બોલિંગમાં ઈબ્રાહીમ ઝાદરાન 22 રને આઉટ, કે.એલ.રાહુલે કર્યો કેચ

અફઘાનિસ્તાનનો સ્કોર : 5 ઓવરમાં 19/0

અફઘાનિસ્તાને ટોસ જીત્યો : અફઘાનિસ્તાનની ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પહેલા બોલીંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી પીચ બોલરોને આપશે સાથ

ચેપોકમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી પિચ હોવાના કારણે આ રણનીતિ અપનાવવામાં આવી હતી. અફઘાનિસ્તાન ટીમની પણ સ્પિન બોલિંગ મજબૂત છે.

દિલ્હીની પીચ પર હાઈસ્કોરિંગની સંભાવના

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં ભારતે 2 મેચમાં જીત મેળવી છે. જયારે એક મેચ ટાઈ રહી હતી. જો ODI World Cupની વાત કરીએ તો આ બંને ટીમો એકવાર સામસામે આવી ચુકી છે. તે મેચમાં ભારતીય ટીમને જીત મળી હતી. આ પહેલા દિલ્હીમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 400થી વધુ રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં આજે પણ હાઈસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

આજની મેચમાં હાઈસ્કોરિંગની સંભાવના

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમાં રમાનારી મેચમાં હાઈસ્કોરિંગની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેનું મુખ્ય કારણ સપાટ પિચ હોવાનું કહેવાય છે. આ સ્ટેડિયમની પિચ હંમેશા બેટરો માટે અનુકુળ હોવાનું મનાય છે. નાની બાઉન્ડ્રી અને સપાટ પિચ હોવાના કારણે બેટરોને ફાયદો થઈ શકે છે. ઉપરાંત દિલ્હીની પીચ ધીમી હોવાના કારણે સ્પિનર્સોને પણ ફાયદો થઈ શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન/મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

અફઘાનિસ્તાન : હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ કિપર), ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી


Google NewsGoogle News