ભારતીય ટીમ સામે મોટો પડકાર, 4 દિગ્ગજ ખેલાડીઓનું ન્યૂઝીલેન્ડ સામે રમવું મુશ્કેલ, પ્લેઈંગ-11 કેવી હશે?

પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈને મોકો આપવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ભારતીય ટીમ સામે મોટો પડકાર, 4 દિગ્ગજ ખેલાડીઓનું ન્યૂઝીલેન્ડ સામે રમવું મુશ્કેલ, પ્લેઈંગ-11 કેવી હશે? 1 - image
Image IANS

તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર

ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) આઈસીસી (ICC ) વનડે વર્લ્ડ કપ (ODI World Cup) અત્યાર સુધી શાનદાર રહ્યો છે. સતત ચાર મેચમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા હવે 5મી મેચની તૈયારી કરી રહ્યુ છે. ન્યુઝીલેન્ડની ટીમથી ભારતનો સામનો થવાનો છે, જેના ખાતામાં હજુ પણ ચારમાંથી ચાર જીત છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા થવાથી મેચમાં રમી શકે તેમ નથી. તેમની જગ્યા પર કેપ્ટન રોહિત શર્મા બોલરનો કે પછી બેસ્ટમેનને સ્થાન આપશે  તે સવાલ થઈ રહ્યો છે. 

4 દિગ્ગજ ખેલાડીઓનું ન્યૂઝીલેન્ડ સામે રમવું મુશ્કેલ

ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ પહેલાં જ નેટપ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે હાથમાં પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો. પછી પ્રેક્ટિસમાં આવ્યો જ નહોતો. તેના રમવા પર પણ શંકા છે. જ્યારે ઈશાન કિશનને મધમાખી કરડી ગઈ હોવાથી તેના રમવા સામે પણ આશંકા છે. હાર્દિક પંડ્યા પહેલાથી ઈજાગ્રસ્ત છે. ત્યારે રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. આ તમામ અહેવાલો વચ્ચે આવતીકાલે ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડ સામે પ્લેઈંગ 11 નક્કી કરવાનો મોટો પડકાર છે.

પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈને મોકો આપવામાં આવશે કે કેમ તે મોટો સવાલ

આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાના વિજય અભિયાનને જારી રાખવા માટે ન્યુઝિલેન્ડ સામે ઉતરશે. આ મેચ પહેલા બાંગ્લાદેશ સામે રમતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા થઈ હતી. ન્યુઝિલેન્ડ સામે મેચમાં તે રમી નહી શકે અને તેની જગ્યા પર પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈને મોકો આપવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે. કેપ્ટન રોહિત શર્મા પોતાના સ્ટાર ખેલાડી જગ્યાએ બેસ્ટમેનને સામેલ કરવા ઈચ્છે છે કે પછી બોલરને સ્થાન આપશે. 

બેસ્ટ્મેન કે બોલર હાર્દિકની જગ્યા કોણ લેશે...

કેપ્ટન રોહિત શર્મા જો બોલિંગને મજબુતી આપવા માંગે છે તો ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ મોહમ્મદ શમી અથવા આર અશ્વિનને મોકો આપવો જોઈએ, શમીના આવવાથી ફાસ્ટ બોલિંગનો વિકલ્પ વધશે જ્યારે અશ્વિન સ્પિનરમાં મજબૂતી આપશે. બેસ્ટમેનમાં જો કેપ્ટન મજબૂતી આપવા માંગે છે તો પણ આ વિકલ્પ છે. ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવમાંથી કોઈ એકને મોકો આપવો આપવામાં આવી શકે છે.  


Google NewsGoogle News