World Cup 2023 : ભારતની બીજી વોર્મઅપ મેચ પણ ધોવાઈ ગઈ, હવે સીધી ઓસ્ટ્રેલિયા સામે ગૃપ મેચમાં થશે ટક્કર

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમ ખાતે મેચ રમાનાર હતી

વર્લ્ડ કપ 2023માં ભાગ લેનાર તમામ 10 ટીમોને 2-2 વોર્મઅપ મેચ રમવાની હતી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતની બીજી વોર્મઅપ મેચ પણ ધોવાઈ ગઈ, હવે સીધી ઓસ્ટ્રેલિયા સામે ગૃપ મેચમાં થશે ટક્કર 1 - image
Image:Twitter

World Cup 2023 : ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે પહેલી વોર્મઅપ મેચ વરસાદ(India vs Netherlands World Cup Warm-up Match Abandoned)ના કારણે ધોવાઇ જતા ભારતીય ટીમની ટક્કર આજે નેધરલેન્ડ્સ સામે થવાની હતી. આ મેચ તિરુવનંતપુરમ ખાતે રમાનાર હતી. પરંતુ તિરુવનંતપુરમમાં સતત વરસાદના કારણે ભારતેની બીજી વોર્મઅપ મેચ પણ રદ્દ કરવામાં આવી છે. વર્લ્ડ કપ 2023માં ભાગ લેનાર તમામ 10 ટીમોને 2-2 વોર્મઅપ મેચ રમવાની હતી. ભારતની બંને વોર્મઅપ મેચમાં વરસાદ વિલેન બન્યો હતો.

ભારતને પ્રેક્ટિસ કરવાની તક ન મળી

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમ ખાતે મેચ રમાનાર હતી. પરંતુ મેચ શરુ થાય તે પહેલાથી જ અવિરત વરસાદ થઇ રહ્યો હતો. આ પહેલા પણ બંને ટીમોની વોર્મઅપ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. ભારતને વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ કરવાની તક મળી નથી. હવે ભારત સીધા વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટબરે ઓસ્ટ્રેલિયા સામે કરશે.

World Cup 2023 : રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે, સચિન તેંડુલકરને પાછળ છોડવાનો મોકો

  World Cup 2023 : ભારતની બીજી વોર્મઅપ મેચ પણ ધોવાઈ ગઈ, હવે સીધી ઓસ્ટ્રેલિયા સામે ગૃપ મેચમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News