World Cup 2023 : ગિલને વર્લ્ડ રેકોર્ડ બનાવવા 67 રનની જરુર, આફ્રિકાના હાશિમ અમલાને છોડી શકે છે પાછળ

શિખર ધવને નવેમ્બર 2014માં શ્રીલંકા સામે હૈદરાબાદમાં 2000 રન પૂરા કર્યા હતા

શુભમન ગિલે 36 મેચની 36 ઇનિંગ્સમાં 64.43ની એવરેજથી 1933 રન બનાવ્યા છે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ગિલને વર્લ્ડ રેકોર્ડ બનાવવા 67 રનની જરુર, આફ્રિકાના હાશિમ અમલાને છોડી શકે છે પાછળ 1 - image
Image:File Photo

World Cup 2023 IND vs BAN : ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ODI World Cup 2023માં તેની ચોથી મેચ રમશે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ગિલ આજની મેચમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરવાનો(Fastest 2000 Runs In ODI) વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. હાલ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાના નામે છે. અમલાએ જાન્યુઆરી 2011માં 40 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી માત્ર 67 રન દૂર ગિલ

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ આ વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરવાથી માત્ર 67 રન દૂર છે. શુભમન ગિલે 36 મેચની 36 ઇનિંગ્સમાં 64.43ની એવરેજથી 1933 રન બનાવ્યા છે. આજે ગિલે 67 રન બનાવી લીધા તો 37 ઇનિંગ્સમાં 2000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તે પોતાના નામે કરી લેશે.

શિખર ધવનના નામે છે આ રેકોર્ડ

ભારત તરફથી સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ શિખર ધવનના નામે છે. ધવને નવેમ્બર 2014માં શ્રીલંકા સામે હૈદરાબાદમાં 2000 રન પૂરા કર્યા હતા. ધવને 48 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા. ધવન પછી નવજોત સિંહ સિદ્ધુ (52), સૌરવ ગાંગુલી (52), વિરાટ કોહલી (53), કે.એલ રાહુલ (53) અને ગૌતમ ગંભીર આ લીસ્ટમાં સામેલ છે. જો આજની મેચમાં ગિલ 67 રન બનાવશે તો આ તમામ ખેલાડીઓને પાછળ છોડી ટોપ પર પહોંચી જશે.

World Cup 2023 : ગિલને વર્લ્ડ રેકોર્ડ બનાવવા 67 રનની જરુર, આફ્રિકાના હાશિમ અમલાને છોડી શકે છે પાછળ 2 - image


Google NewsGoogle News