World Cup 2023 : બુમરાહને કપિલ દેવનો આ મોટો રેકોર્ડ તોડવા 3 વિકેટની જરુર, ઝહીર આ લીસ્ટમાં ટોપ પર

બુમરાહના નામે હાલમાં ODI World Cupની 12 મેચમાં 26 વિકેટ છે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : બુમરાહને કપિલ દેવનો આ મોટો રેકોર્ડ તોડવા 3 વિકેટની જરુર, ઝહીર આ લીસ્ટમાં ટોપ પર 1 - image
Image:File Photo

IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 17મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી મેચ રમાશે. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એક માઈલસ્ટોન પોતાના નામે કરી શકે છે, જેનાથી તે માત્ર 3 વિકેટ દૂર છે. જસપ્રીત બુમરાહ ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયો બોલરો(Most Wickets In ODI World Cup)ની લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. બુમરાહના નામે હાલમાં ODI World Cupની 12 મેચમાં 26 વિકેટ છે. જો તે વધુ 3 વિકેટ લેશે તો તે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવને પાછળ છોડી દેશે.

ઝહીર ખાન લિસ્ટમાં ટોપ પર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે ODI World Cupની 26 મેચની 25 ઇનિંગ્સમાં 28 વિકેટ છે. કપિલ દેવે આ વિકેટ ODI World Cup 1979થી લઈને ODI World Cup 1992 સુધી ઝડપી હતી. ઝહીર ખાન ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની લિસ્ટમાં ટોપ પર છે. ઝહીર ખાને 23 મેચની 23 ઇનિંગ્સમાં 44 વિકેટ ઝડપી છે. બુમરાહ ટૂંક સમયમાં જ આ લિસ્ટમાં ટોપ-5માં આવી જશે. બુમરાહે ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ ઝડપી છે. બુમરાહના નામે આ ODI World Cupની 3 મેચમાં 11.62ના સરેરાશથી 8 વિકેટ છે.

ભારત તરફથી ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ

ઝહીર ખાન - 23 મેચની 23 ઇનિંગ્સમાં 15.79ના સરેરાશથી 44 વિકેટ

જવાગલ શ્રીનાથ - 34 મેચની 33 ઇનિંગ્સમાં 27.81ના સરેરાશથી 44 વિકેટ

મોહમ્મદ શમી - 11 મેચની 11 ઇનિંગ્સમાં 15.70ના સરેરાશથી 31 વિકેટ

અનિલ કુંબલે - 18 મેચની 18 ઇનિંગ્સમાં 22.83ના સરેરાશથી 31 વિકેટ

કપિલ દેવ - 26 મેચની 25 ઇનિંગ્સમાં 31.85બના સરેરાશથી 28 વિકેટ

જસપ્રીત બુમરાહ - 12 મેચની 12 ઇનિંગ્સમાં 17.84ના સરેરાશથી 26 વિકેટ

World Cup 2023 : બુમરાહને કપિલ દેવનો આ મોટો રેકોર્ડ તોડવા 3 વિકેટની જરુર, ઝહીર આ લીસ્ટમાં ટોપ પર 2 - image


Google NewsGoogle News