World Cup 2023 : વર્લ્ડકપ શરૂ થતાં જ ICCની એડવાઈઝરી, ઈ-કોમર્સથી લઈને ગેમિંગ સહિતની કંપનીઓને આપી ચેતવણી

બિઝનેસ વધારવા વર્લ્ડકપ જેવી ઈવેન્ટોના નામ-ચિન્હનો ખોટી રીતે ઉપયોગ કરતી કંપનીઓ માટે ICCની એડવાઈઝરી

ICCએ કહ્યું, કોઈપણ કંપની ICC વર્લ્ડકપના નામનો અથવા ચિન્હનો ઉપયોગ લાયસન્સ વગર ન કરી શકે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વર્લ્ડકપ શરૂ થતાં જ ICCની એડવાઈઝરી, ઈ-કોમર્સથી લઈને ગેમિંગ સહિતની કંપનીઓને આપી ચેતવણી 1 - image

નવી દિલ્હી, તા.06 ઓક્ટોબર-2023, શુક્રવાર

ક્રિકેટના મહાકુંભ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup)ની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વભરના કરોડો લોકો વર્લ્ડકપની મેચો જોતા હોય છે. તો બીજીતરફ ઈ-કોમર્સથી લઈને ઓનલાઈન ગેમિંગ જેવી ઘણી મોટી કંપનીઓ આવી ઈવેન્ટમાંથી નાણાં કમાવવામાં લાગી જતી હોય છે. ત્યારે આઈસીસીએ ઈ-કોમર્સ (E-Commerce)થી લઈને ઓનલાઈન ગેમિંગ કંપની (Online Gaming Brand)ઓ માટે એડવાઈઝરી બહાર પાડી છે. એડવાઈઝરી મુજબ કોઈપણ કંપની અથવા બ્રાન્ડ આઈસીસી અથવા વર્લ્ડકપના નામનો ઉપયોગ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે કરી શકશે નહીં. જેની પાસે આઈસીસીની સ્પોન્સરશિપ (ICC Sponsorship) છે, માત્ર તે કંપનીઓ જ વર્લ્ડકપના નામનો ઉપયોગ કરી શકે છે.

જાહેરાતથી કંપનીઓને અઢળક કમાણી

ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2023નું યજમાન છે. ઉપરાંત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાથી વિશ્વના મોટા માર્કેટમાંથી એક છે. આવી સ્થિતિમાં ગ્લોબલ કંપનીઓ માટે ભારત સહિત વિશ્વભરના લોકોની નજર સમક્ષ પોતાની બ્રાન્ડને લઈ જવા ક્રિકેટ વર્લ્ડકપ મહત્વનું પાસું છે. મીડિયા અહેવાલો મુજબ બેંક ડિલૉયડ ઈન્ડિયાના પાર્ટનર જેહિલ ઠક્કરને ટાંકીને જણાવ્યું છે કે, આ વર્લ્ડકપમાં જાહેરાતની કિંમતોમાં વધારો થયો છે. આ વખતે કંપનીઓએ 10 સેકન્ડના સ્લોટ માટે 30 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે. એટલે કે એક સેકન્ડના જાહેરાતનો ખર્ચ લગભગ 3 લાખ રૂપિયા છે, જે ગત વર્લ્ડકપ-2019ની તુલનાએ 40 ટકા વધુ છે. 

ICCએ શું ચેતવણી આપી ?

આઈસીસીએ કહ્યું કે, વર્લ્ડકપ જેવી ઈવેન્ટોમાં ઘણી કંપનીઓ પોતાના બિઝનેસ વધારવાના ચક્કરમાં વર્લ્ડકપના નામોનો ઉપયોગ કરતી હોય છે. આવી સ્થિતિમાં ઈ-કોમર્સ હોય કે ઓનલાઈન ગેમિંગ.. આ વખતે કોઈપણ કંપની ICC વર્લ્ડકપના નામનો અથવા ચિન્હનો ઉપયોગ લાયસન્સ વગર ન કરી શકે. કંપનીની જાહેરાત અથવા પ્રચારમાં ICC વર્લ્ડકપના નામનો ઉપયોગ કરી શકાતો નથી. કોઈપણ એસોસિએશન, સંબંધીત, સમર્થન, સ્પોન્સરશિપ અથવા આયોજન સાથે આવા પ્રકારના (ICC વર્લ્ડકપના નામનો અથવા ચિન્હનો ઉપયોગ) સંબંધો ખોટી રીતે જોડવા કે લાગુ કરવા ગેરકાનુની છે. ICCએ જણાવ્યું કે, પ્રમોશન અથવા જાહેરાતનું લાયસન્સ માત્ર ઓફિશિયલ પ્રમોટર્સ, પાર્ટનરને જ આપવામાં આવશે. ઓફિશિયલ ડેટા મુજબ ICC પાસે 20 સ્પોન્સર્સ અને 6 ગ્લોબલ પાર્ટનર છે.


Google NewsGoogle News