World Cup 2023 : ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી થયો બહાર

ટીમમાં હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્નાને સ્થાન મળ્યું છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023 :  ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી થયો બહાર 1 - image


Hardik Pandya ruled out of World Cup 2023 : World Cup 2023ની ભારત શાનદાર ફોર્મમાં છે અને વિજયરથ પર સવાર છે ત્યારે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. એવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે, હાર્દિક વર્લ્ડ કપ 2023માંથી બહાર થયો છે અને મળતી માહિતી અનુસાર, ટીમમાં હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને સ્થાન મળ્યુ છે.

આ રીતે  હાર્દિક પંડ્યા થયો હતો ઈજાગ્રસ્ત 

ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા 9મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ચોગ્ગાને રોકવાના પ્રયાસમાં પંડ્યાને ઈજા થઇ હતી. પંડ્યાને ઈજા થયા બાદ તરત જ ફિઝિયો મેદાન પર આવ્યા અને તેની ટ્રીટમેન્ટ કરવા લાગ્યા હતા. જો કે ફિઝિયોની સારવાર બાદ હાર્દિક બોલને પકડીને બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ તે બોલિંગ કરી શક્યો ન હતો, જેના કારણે તેણે બોલિંગ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું.

પ્રસિદ્ધ કૃષ્ણનો વનડે રેકોર્ડ

પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે 17 વનડે રમી ચૂક્યો છે જેમાં તેણે 29 વિકેટ ઝડપી છે. ભારત માટે તેણે છેલ્લી વનડે 27 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રાજકોટમાં રમી હતી. જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા સામે નવ ઓવરમાં 45 રન આપીને એક વિકેટ ઝડપી હતી.


Google NewsGoogle News