World Cup 2023 : આજે અમદાવાદમાં મેચને લઈને ગાઈડલાઈન જાહેર, ટ્રાફિક ડાયવર્ટ, ACP-DCP સહિત 3 હજાર પોલીસ જવાન તૈનાત

ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમો વચ્ચેની મેચથી ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ થશે

આજે ઉદ્ધાટન મેચમાં મોટી સંખ્યામાં દર્શકો રહેશે હાજર

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે અમદાવાદમાં મેચને લઈને ગાઈડલાઈન જાહેર, ટ્રાફિક ડાયવર્ટ, ACP-DCP સહિત 3 હજાર પોલીસ જવાન તૈનાત 1 - image


ICC Cricket World Cup 2023 : અમદાવાદમાં આજથી ગત વર્લ્ડ કપની ફાઈનલિસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ સાથે ભારતમાં ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ (Cricket Mahakumbh is going to start from today) થશે. આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અને જોશ ચરમસીમાએ છે ત્યારે મેચને લઈને દર્શકો માટે કેટલીક ગાઈડલાઈન પણ જાહેર (Some guidelines were also announced for the audience) કરવામાં આવી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે ઉદ્ધાટન (World Cup 2023 Opening Match) મેચમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહેશે ત્યારે આ હાઈવોલ્ટેજ મેચને લઈને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (strict police arrangements) ગોઠવવામાં આવ્યો છે. મેચ જોવા આવતા દર્શકોને કોઈ તકલીફ ન રહે તે માટે મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્શકો માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે જેમાં મેચ જોવા જતા લોકો સ્ટેડિયમમાં દેશનો ઝંડો લઈ જઈ શક્શે પણ ઝંડાની સ્ટીક લઈ જઈ શક્શે નહીં તેમજ ખાણી-પીણીની ચીજવસ્તુઓ પણ ગ્રાઉન્ડ પર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત લેઝર લાઈટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

World Cup 2023 : આજે અમદાવાદમાં મેચને લઈને ગાઈડલાઈન જાહેર, ટ્રાફિક ડાયવર્ટ, ACP-DCP સહિત 3 હજાર પોલીસ જવાન તૈનાત 2 - image

ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં આવ્યો : પોલીસ કમિશનર

અમદાવાદમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (Cricket World Cup 2023)ના પહેલા મેચમાં આઈપીએલમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે મુજબ જ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ માટે ત્રણ એડીશનલ કમિશનર, 18 એસીપી, 13 ડીસીપી તેમજ કોન્સટેબલથી લઈને 3 હજાર જેટલા પોલીસના જવાનો સહિત 500 હોમગાર્ડ ખડપગે રહેશે. શહેરના પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે મેચને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમુક ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં (Some traffic was diverted) આવ્યો છે જેની માહિતી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમજ વેબસાઈટ પર મુકવામાં આવી છે. કમિશનરે વધુમાં કહ્યું હતું કે કોઈપણ અફવા પર ધ્યાન આપવું (Don't pay attention to rumours) નહીં. 

World Cup 2023 : આજે અમદાવાદમાં મેચને લઈને ગાઈડલાઈન જાહેર, ટ્રાફિક ડાયવર્ટ, ACP-DCP સહિત 3 હજાર પોલીસ જવાન તૈનાત 3 - image


Google NewsGoogle News