વર્લ્ડ કપમાં ભારતીય બોલરો જેવું કોઈ નહીં, સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવ્યો રેકોર્ડ
world cup 2023 final : વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમમાં બોલરોએ એક ખુબ જ ખાસ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા પાસેથી છીવનીને પોતાના નામે કરી લીધો છે. ભારતીય બોલરોએ વનડે વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બોલરોના નામ પર નોંધાયેલો હતો, જેણે 2007ના વર્લ્ડ કપમાં 97 વિકેટ ઝડપી હતી. પરંતુ હવે ભારતીય બોલર્સે આ આંકડો પાર કરી લીધો છે. ભારતીય બોલરોએ આ કારનામું ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે કર્યું.
વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે. મેચમાં બીજી ઈનિંગમાં બોલિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 6.6 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી હતી, જેની સાથે ભારતીય બોલર્સે ટૂર્નામેન્ટના એક એડિશનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનારી ટીમ
- 98* વિકેટ - ભારત, 2023 વર્લ્ડ કપ
- 97 વિકેટ - ઓસ્ટ્રેલિયા, 2007 વર્લ્ડ કપ
- 96 વિકેટ - ઓસ્ટ્રેલિયા, 2003 વર્લ્ડ કપ
- 90 વિકેટ - ઈંગ્લેન્ડ 2019 વર્લ્ડ કપ
- 88 વિકેટ - દક્ષિણ આફ્રિકા, 2023 વર્લ્ડ કપ