World Cup 2023 Final : આજે વર્લ્ડ કપનો મહા 'રનસંગ્રામ', ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 13 ફાઈનલ પર નજર

ટીમ ઈન્ડિયાનો ધરખમ બેટિંગ અને ઈન ફોર્મ બોલિંગ પર મદાર

ઓસ્ટ્રેલિયાને સ્ટાર બેટ્સમેનો અને ઓલરાઉન્ડરોના વિજયી દેખાવની આશા

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
World Cup 2023 Final :  આજે વર્લ્ડ કપનો મહા 'રનસંગ્રામ', ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 13 ફાઈનલ પર નજર 1 - image


World cup 2023 Final: રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સતત 10 વિજયની કૂચને આગળ ધપાવવાની અને વર્લ્ડ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આશરે 1.32 લાખ પ્રેક્ષકોની હાજરીમાં અને દુનિયાભરના કરોડો ચાહકોની ઈંતેજારી વચ્ચે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપનો મહા રનસંગ્રામ ખેલાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ મળીને 13 ફાઈનલ્સ રમાઈ ચૂકી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયા 9 જીત્યું છે. જ્યારે ભારતને ચારમાં સફળતા મળી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 13 ફાઈનલ્સ પર એક નજર

1985   : રોથમન્સ કપ ફોર નેશન્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતે 3 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.

1986 : બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ સિરીઝ કંપની બેસ્ટ ઓફ થ્રી ફાઈનલ્સમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં 11 રનથી અને બીજી મેચમાં 7 વિકેટથી જીતી ટાઈટલ મેળવ્યુ.

1992 : સિરીઝની બેસ્ટ ઓફ થ્રી ફાઈનલ્સમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ 88 રનથી અને બીજી મેચ 6 રનથી જીતી ટાઈટલ મેળવ્યું.

1998 : ત્રિકોણીય જંગની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 4 વિકેટથી વિજય મેળવ્યો. ત્રીજી ટીમ ઝિમ્બાબ્વેની હતી.

1998 : શારજાહમાં ત્રિકોણીય જંગની ફાઈનલમાં ભારતે વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ત્રીજા ટીમ ન્યુઝીલેન્ડ હતી.

2003 : ICC વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 125 રનથી વિજય મેળવ્યો.

2003 : ભારતમાં રમાયેલા ત્રિકોણીય જંગની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 37 રનથી હરાવ્યું. ત્રીજી ટીમ ન્યુઝીલેન્ડની હતી.

2004 : વીબી સિરિઝની બેસ્ટ ઓફ થ્રી ફાઈનલ્સમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ 7 વિકેટથી અને બીજી મેચ 208 રનથી જીતી લઈને ટાઈટલ મેળવ્યું.

2008 : સીબી સિરિઝની બેસ્ટ ઓફ શ્રીની ફાઈનલમાં ભારતે પ્રથમ મેચ 6 વિકેટથી અને બીજી મેચ નવ રનથી જીતી લઈ ટાઈટલ મેળવ્યું.

ટીમ ઈન્ડિયાનો ધરખમ બેટિંગ અને ઈન ફોર્મ બોલિંગ પર મદાર 

ટીમ ઈન્ડિયાએ જબરજસ્ત બેટિંગ અને ઈન ફોર્મ બોલિંગને સહારે ઓસ્ટ્રેલિયા સહિતની તમામ ટીમોને અગાઉ મહાત આપીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. કપિલ દેવની આગેવાનીમાં 1983માં અને ધોનીના નેતૃત્વમાં 2011માં વર્લ્ડ કપ જીતી ચૂકેલા ભારતને રોહિત શર્મા 2023માં ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવશે તેવો વિશ્વાસ તમામ ભારતીય ક્રિકેટ ચાહકોને છે.

ઓસ્ટ્રેલિયાને સ્ટાર બેટ્સમેનો અને ઓલરાઉન્ડરોના વિજયી દેખાવની આશા

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી ટીમ છે અને તેઓ આ આઠમી વખત વર્લ્ડ કપની ફાઈનલ રમી રહ્યા છે. આ આંકડા જ દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયાને હરાવવું ભારત માટે આસાન નહીં રહે. નોંધપાત્ર છે કે, ભારત અને સાઉથ આફ્રિકા સામે શરૂઆતની બંને મેચો હારીને શરૂઆત કરનારી ઓસ્ટ્રેલિયાની ટીમે ત્યાર બાદ તમામ સાતેય લીગ મેચ અને સેમિ ફાઈનલ જીતીને ફાઈનલ સુધીની સફર ખેડી છે.

World Cup 2023 Final :  આજે વર્લ્ડ કપનો મહા 'રનસંગ્રામ', ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 13 ફાઈનલ પર નજર 2 - image


Google NewsGoogle News