World Cup 2023 Final : જો ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓએ દમ દેખાડ્યો તો ઓસ્ટ્રેલિયા માટે આજે જીતવું અઘરું
અત્યાર સુધીમાં 10 મેચમાં ભારતીય ટીમના બેટરોએ 2523 રન બનાવ્યા
ભારતીય ટીમના ટોચના પાંચ બોલરોએ 85 વિકેટ લીધી
WC IND vs AUS Final: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વિશ્વકપનો ફાઇનલ મુકાબલો છે. આ ફાઇનલ મેચને લઇને ક્રિકેટ ચાહકોમાં રોમાંચ જોવા મળી રહયો છે. એવામાં ઓસ્ટ્રેલિયા ટીમને ઘૂળ ચટાડવા આ પાંચ ભારતીય બેટર્સ અને બોલર પર સૌથી નજર અટકેલી છે. આ બેટર્સ-બોલરે અત્યાર સુધી વિશ્વકપમાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી સૌથી વધુ રન કરનાર બેટર્સ અને શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં ટોપ પર છે.
અત્યાર સુધીમાં ભારતનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન
જો મેચ પહેલા ટીમના પાંચ ટોચના બોલરો અને પાંચ ટોચના બેટ્સમેનોના આંકડા જોવામાં આવે તો ચોક્કસથી ભારતીય ટીમનું પલળું ભારે દેખાઈ છે. અત્યાર સુધીમાં 10 મેચમાં ભારતીય ટીમના બેટરોએ 2523 રન બનાવ્યા અને બોલરોની વાત કરવામાં આવે તો ટોચના પાંચ બોલરોએ 85 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ ભારત સાથેની મોટી ફાઈનલ મેચ પહેલા આ ખેલાડીઓને તોડવા માટે ચોક્કસ રણનીતિ બનાવશે. ભારતીય ખેલાડીઓનો આ વર્લ્ડ કપ રેકોર્ડ કાંગારુ ટીમને ચોક્કસપણે ડરાવશે.
આ પાંચ ભારતીય બેટર્સ પર રહેશે નજર
વિરાટ કોહલી
કુલ મેચ | 10 |
કુલ રન | 711 |
સ્ટ્રાઈક રેટ | 90.68 |
સદી | 3 |
અડધી સદી | 5 |
રોહિત શર્મા
કુલ મેચ | 10 |
કુલ રન | 550 |
સ્ટ્રાઈક રેટ | 124.15 |
સદી | 1 |
અડધી સદી | 3 |
શ્રેયસ અય્યર
કુલ મેચ | 10 |
કુલ રન | 526 |
સ્ટ્રાઈક રેટ | 113.11 |
સદી | 2 |
અડધી સદી | 3 |
કેએલ રાહુલ
કુલ મેચ | 10 |
કુલ રન | 386 |
સ્ટ્રાઈક રેટ | 98.72 |
સદી | 1 |
અડધી સદી | 1 |
શુભમન ગિલ
કુલ મેચ | 8 |
કુલ રન | 350 |
સ્ટ્રાઈક રેટ | 108.02 |
સદી | 0 |
અડધી સદી | 4 |
આ પાંચ ભારતીય બોલરો પર રહેશે નજર
મોહમ્મદ શમી
કુલ મેચ | 6 |
કુલ વિકેટ | 23 |
શ્રેષ્ઠ | 7/57 |
ઈકોનોમી | 5.01 |
જસપ્રીત બુમરાહ
કુલ મેચ | 10 |
કુલ વિકેટ | 18 |
શ્રેષ્ઠ | 4/39 |
ઈકોનોમી | 3.98 |
રવિન્દ્ર જાડેજા
કુલ મેચ | 10 |
કુલ વિકેટ | 16 |
શ્રેષ્ઠ | 5/33 |
ઈકોનોમી | 4.25 |
કુલદીપ યાદવ
કુલ મેચ | 10 |
કુલ વિકેટ | 15 |
શ્રેષ્ઠ | 2/7 |
ઈકોનોમી | 4.32 |
મોહમ્મદ સિરાજ
કુલ મેચ | 10 |
કુલ વિકેટ | 13 |
શ્રેષ્ઠ | 3/16 |
ઈકોનોમી | 5.61 |