World Cup 2023 : ભારતની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી ચૂકી, સેહવાગ-ગાવસ્કરે જણાવ્યું હારનું કારણ

ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું

ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા હતા

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી ચૂકી, સેહવાગ-ગાવસ્કરે જણાવ્યું હારનું કારણ 1 - image
Image:IANS

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ODI World Cup 2023ની તમામ લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તમામ 10 મેચોમાં જીતી મેળવી હતી. પરંતુ ફાઈનલમાં ભારતીય ટીમ જીત મેળવવામાં નિષ્ફળ રહી હતી. પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્ર સેહવાગે ફાઈનલ મેચને લઈને પોતા(Virendra Sehwag And Sunil Gavaskar Reaction On Team India's Defeat In ODI World Cup 2023 Final)ની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ભારતીય ટીમથી ક્યાં ચૂક થઇ હતી.

કોહલી અને રાહુલ વધુ કમ્ફર્ટેબલ થઇ ગયા હતા - વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'કોહલી અને રાહુલ તેમની ભાગીદારી દરમિયાન 250 રનના લક્ષ્યને ધ્યાનમાં રાખતા થોડા વધુ કમ્ફર્ટેબલ થઇ ગયા હતા. પરંતુ જો તેઓ ઈચ્છતા તો સિંગલ રન લઈને ભાગીદારીને આગળ લઈ જઈ શકતા હતા. બીજા પાવરપ્લેમાં કોઈ પણ બાઉન્ડ્રી વિના 4-5 રન સરળતાથી બની શક્યા હોત. આ સમયે સર્કલની અંદર 5 ફિલ્ડર હતા. રાહુલે 66 રન બનાવવા માટે 107 બોલ રમી હતી.

પાર્ટ ટાઈમ બોલરોને નિશાન બનાવી શક્યા હોત - સુનીલ ગાવસ્કર

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'માર્શે 2 ઓવરમાં 5 રન આપ્યા હતા. હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા હતા. મને લાગે છે કે આ એવી ઓવરો હતી જેમાં પાર્ટ ટાઇમ બોલરોને નિશાન બનાવી શકાય છે. અહીં 20-30 રન કોઈ જોખમ વિના બનાવી શકાયા હોત.'

World Cup 2023 : ભારતની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી ચૂકી, સેહવાગ-ગાવસ્કરે જણાવ્યું હારનું કારણ 2 - image


Google NewsGoogle News