ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ પહેલા એર શોની સાથે શું-શું થશે? BCCIએ શેર કર્યું લિસ્ટ
વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાશે
સિંગર્સ પ્રિતમ અને જોનીતા ગાંધી રવિવારે અહીં પરફોર્મ કરશે
India vs Australia Final World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. રવિવારની આ મેચની લગભગ બધી જ તૈયારીઓ થઇ ચુકી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મેચ પહેલા અને મેચ દરમિયાન ક્યા ક્યા કાર્યક્રમો અંગે જણાવ્યું હતું. ફાઈનલ મેચના દિવસે પ્રિતમ ચક્રવર્તી અને જોનીતા ગાંધી પરફોર્મ કરશે. આ ઉપરાંત ભારતીય વાયુસેના પણ એર શો કરશે.
ફાઈનલની શરૂઆત એર શોથી થશે
ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. જેની કોઈ ફી નથી. આ એર શોમાં IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટ માટે BCCIએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ સિવાય ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલા સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વીડિયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફર બતાવવામાં આવશે. આ દરમિયાન તમામ કેપ્ટનને નાના-નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે.
પરેડ ઓફ ચેમ્પિયન્સ
આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. આવું વર્લ્ડકપમાં પહેલી વખત બનશે. BCCI અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન(BCCI Will Honour World Cup Winning Captains With Special Blazer)ને સ્પેશિયલ બ્લેઝર દ્વારા સન્માનિત કરશે. ફાઈનલ મેચમાં પ્રથમ ઇનિંગ પછી આ સન્માન સમારોહ યોજાશે. આ ઈવેન્ટ માટે એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે. 20 સેકેન્ડની રીલ હાઈલાઈટમાં તેમની વિનિંગ મોમેન્ટ બતાવવામાં આવશે.
500 ડાન્સર્સ સાથે મ્યુઝીક કમ્પોઝર પ્રિતમ લાઇવ પરફોર્મ કરશે
ભારતના ફેમસ સંગીતકાર પ્રીતમનું લાઈવ પરફોર્મન્સ થશે. આ દરમિયાન 500 ડાન્સર્સ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. સંગીતકાર પ્રીતમ-દેવા દેવા, કેસરિયા, લહેરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ જેવા ગીત પ્રસ્તુત કરશે. આ ઇવેન્ટમાં આદિત્ય ગઢવી પ્રથમ ઈનીંગ ડ્રિંક્સ બ્રેકમાં પરફોર્મ કરશે. આદિત્યનું એક ગુજરાતી ગીત 'ગોતીલો' તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય થયું છે. સેકન્ડ ઈનિંગની બીજી ડ્રીંક્સ બ્રેક રાત 8:30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેજર શો થશે.
લેસર અને લાઇટ શોનું પણ આયોજન
BCCI દ્વારા ફાઈનલ મેચ માટે સિંગિંગ પરફોર્મન્સ બાદ એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી ઇનિંગ્સના ડ્રીંક્સ બ્રેક દરમિયાન લેસર અને લાઇટ શો કરવામાં આવશે. એક અનોખા વિઝ્યુઅલ કાઉન્ટડાઉનના ભવ્યતાના સાથે સ્ટેડિયમમાં પ્રોગ્રામ કરેલ લાઇટ અને લેસર શો યોજાશે. યુકેની આ કંપની 25 વર્ષનો અનુભવ ધરાવતી યુકેની અદ્યતન મલ્ટીમીડિયા ટેકનોલોજી, એલ.એમ.પી વર્લ્ડ એક્સપોઝ, રાષ્ટ્રીય દિવસની ઉજવણી, 4D ઇમર્સિવ સિનેમા તેમજ હાઇ-પ્રોફાઇલ માર્કેટિંગ ઝુંબેશ જેવા કાર્યો કરે છે. તેમજ ગ્લોબલ લેવલે સ્પેશીયલ ઈફેક્ટ આપવા માટે 30 વર્ષનો અનુભવ પણ ધરાવે છે.
ફાઈનલ મેચના અંતે શાનદાર ડ્રોન શો પણ યોજાશે
ફાયનલ મેચ બાદ શાનદાર ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 1200 ડ્રોન વડે ચેમ્પિયન ટીમનું નામ દર્શાવશે, આ સાથે જ IPLની ટ્રોફી ડ્રોન સાથે રાત્રે જાદુ સર્જશે. ત્યારબાદ આતશબાજી કરવામાં આવશે.