ભારતની હારથી ગુસ્સે ભરાયેલા ફેન્સ મેક્સવેલની પત્નીને ભાંડી રહ્યા છે અપશબ્દો, ભારતીય મૂળની વિની રમણનું છલકાયું દર્દ
નવી દિલ્હી,તા. 20 નવેમ્બર 2023, સોમવાર
ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની કારમી હાર જોઈને ભારતીય ફેંન્સ ચાહકો પરેશાન છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે મેક્સવેલે વિનિંગ શોટ ફટકાર્યો હતો. આ વચ્ચે હવે ફેંન્સ મેક્સવેલની પત્નીને ટ્રોલ કરી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે ફેંન્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલની પત્ની વિની રામનને સોશિયલ મીડિયા દ્વારા અપશબ્દો બોલવાનું શરૂ કર્યું છે. જેની માહિતી આપતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની પત્નીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
મેક્સવેલની પત્ની વિન્ની રમન ભારતીય મૂળની છે, પરંતુ તેનો જન્મ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો અને તે ઓસ્ટ્રેલિયામાં જ મોટી થઈ હતી.
ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ વિની રેમને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યુ કે,“યકીન નથી થઇ રહ્યું કે મારે આજે આ કહેવુ પડી રહ્યું છે કે, તમે બધા ભારતીય હોઇ શકો છો અને તે દેશને સપોર્ટ કરી શકો છો જ્યાં તમે મોટા થયા હોવ અથવા તમારા પિતા કે પુત્ર જે ટીમમાં રમી રહ્યાં છે તેને તમે સપોર્ટ કરી શકો છો." પોતાના હેટર્સને કહ્યું કે,”શાંત રહો અને તમારા આ ગુસ્સાને દુનિયાના જરુરી મુદ્દાઓ તરફ વાળો.”
વિની ભારતના એક તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મેક્સવેલ અને વિની રમને લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ માર્ચ 2022માં લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં મેક્સવેલ અને વિનીએ પહેલા ક્રિશ્ચિયન અને પછી તમિલ રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.