World Cup 2023 : પૂર્વ પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયાએ PCBની ઝાટકણી કાઢી, કહ્યું - 'બીજામાં ખામી શોધવાનું બંધ કરો'

મોહમ્મદ રિઝવાને નેધરલેન્ડ્સ સામે પ્રથમ મેચમાં મેદાન પર નમાજ અદા કરી હતી

પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઝૈનબ અબ્બાસને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી હતી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : પૂર્વ પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયાએ PCBની ઝાટકણી કાઢી, કહ્યું - 'બીજામાં ખામી શોધવાનું બંધ કરો' 1 - image
Image:Social Media

World Cup 2023 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં ચાલી રહેલા ODI World Cup 2023ને લઈને ICCને ત્રણ ફરિયાદો દાખલ કરી છે. PCBએ પોતાની ફરિયાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે ગેરવર્તન, પાકિસ્તાની પ્રશંસકોને ભારત ન આવવા દેવા અને ભારતની વિઝા નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સામેની હાર બાદ આ કાર્યવાહી કરી છે. આ અંગે ભારતમાં તો નારાજગી છે પરંતુ પાકિસ્તાનમાં પણ તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા(Danish Kaneria Slams PCB)એ PCBના આ એક્શન પર સવાલ ઉઠાવ્યા છે.

દાનિશ કનેરિયાએ PCBની ઝાટકણી કાઢી

દાનિશ કનેરિયાએ એક્સ(ટ્વિટર) પર એક ટ્વિટ કરી લખ્યું હતું કે, 'પાકિસ્તાની જર્નાલિસ્ટ ઝૈનબ અબ્બાસને ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવા માટે કોણે કહ્યું હતું ? મિકી આર્થરને ICC ઇવેન્ટને BCCI ઇવેન્ટ કહેવા માટે કોણે કહ્યું હતું ? રિઝવાનને મેદાન પર નમાજ અદા કરવા કોણે કહ્યું? બીજામાં ખામીઓ શોધવાનું બંધ કરો.' દાનિશ કનેરિયા દ્વારા PCB પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી હોબાળો ચાલી રહ્યો છે. ઝૈનબ અબ્બાસ એક પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે અને તે ODI World Cup 2023 કવર કરવા માટે ભારત આવી હતી, પરંતુ તેને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી હતી અને તેનું કારણ તેના દ્વારા ઘણા સમય પહેલા હિંદુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી ટ્વિટ હતી જે વાયરલ થઈ રહી હતી.

રિઝવાને મેદાન પર અદા કરી હતી નમાજ 

પાકિસ્તાન ક્રિકેટના ડાયરેક્ટર મિકી આર્થરે એક પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું હતું કે આ ICC ઇવેન્ટ નહીં પરંતુ BCCIની ઇવેન્ટ લાગી રહી છે. આર્થરે આ વાત અમદાવાદમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ કહી હતી. આર્થરે કહ્યું હતું કે, 'ભારત-પાકિસ્તાન મેચ સંપૂર્ણ રીતે BCCIની ઇવેન્ટ લાગી રહી હતી. આ મને કોઈ પણ રીતે ICC ઇવેન્ટ લાગી નહીં. મેં સ્ટેડિયમમાં દિલ દિલ પાકિસ્તાન વારંવાર સાંભળ્યું નહીં. આ તમામ વસ્તુઓ મેચના પરિણામ પર અસર કરે છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને નેધરલેન્ડ્સ સામે પ્રથમ મેચમાં મેદાન પર નમાજ અદા કરી હતી. આ અંગે ICCને ફરિયાદ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે રિઝવાને જે કર્યું તે રમતની ભાવના વિરુદ્ધ હતું.

World Cup 2023 : પૂર્વ પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયાએ PCBની ઝાટકણી કાઢી, કહ્યું - 'બીજામાં ખામી શોધવાનું બંધ કરો' 2 - image


Google NewsGoogle News