અધવચ્ચે જ વર્લ્ડ કપ છોડી સ્વદેશ ફર્યો આ દિગ્ગજ ખેલાડી, ટીમ માટે બીજો મોટો ઝટકો

ગ્લેન મેક્સવેલ સોમવારે ગોલ્ફ રમતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
અધવચ્ચે જ વર્લ્ડ કપ છોડી સ્વદેશ ફર્યો આ દિગ્ગજ ખેલાડી, ટીમ માટે બીજો મોટો ઝટકો 1 - image
Image:IANS

World Cup 2023 : સોમવારના દિવસે ગોલ્ફ રમતા સમયે ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ ઈજાગ્રસ્ત થયો હતો. ઇંગ્લેન્ડ સામે આગામી મેચમાં તે રમી શકશે નહીં. પ્રથમ મેકસવેલ અને હવે મિચેલ માર્શના રૂપમાં ઓસ્ટ્રેલિયન ટીમને બીજો ઝટકો લાગ્યો છે. માર્શ પારિવારિક કારણોસર ODI World Cup 2023 છોડી(Mitchell Marsh Return Australia For Personal Reason)ને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. હાલમાં માર્શના આ નિર્ણય વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે પારિવારિક કારણોસર આ નિર્ણય લીધો છે.

માર્શ ઓસ્ટ્રેલિયા માટે થયો રવાના

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે માર્શ ગઈકાલે રાત્રે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઇ ગયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ અંગત કારણોસર ગઈ કાલે મોડી રાત્રે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 છોડીને ઘરે પરત ફર્યો હતો. ટીમમાં તેની વાપસી ક્યારે થશે તે અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.'

ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 13 ફિટ ખેલાડીઓ

ઈંગ્લેન્ડ સામેની આગામી મેચ માટે ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 13 ફિટ ખેલાડીઓ હશે, જેમાં સીન એબોટ અને એલેક્સ કેરી જ ટીમમાં ઉપલબ્ધ અન્ય ખેલાડીઓ છે. માર્કસ સ્ટોઈનિસ ઈજા બાદ ટીમ સાથે જોડાઈ શકે છે. તે નેધરલેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી 2 મેચમાં બહાર બેઠો હતો. કેમરન ગ્રીનની પણ ટીમમાં વાપસી નિશ્ચિત છે જ્યારે માર્નસ લાબુશેન પણ રમશે. માર્શની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. પરંતુ માર્શની અનુપસ્થિતિ ઓસ્ટ્રેલિયા માટે એક મોટો ઝટકો છે કારણ કે ટીમના 2 વિસ્ફોટક ખેલાડી માર્શ અને મેકસવેલ ઇંગ્લેન્ડ સામે રમાનાર મેચમાં નહીં હોય.

અધવચ્ચે જ વર્લ્ડ કપ છોડી સ્વદેશ ફર્યો આ દિગ્ગજ ખેલાડી, ટીમ માટે બીજો મોટો ઝટકો 2 - image


Google NewsGoogle News