World Cup 2023 : કિવીઝ સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં જ ફટકારી દીધા 118 રન, ત્રીજા ક્રમનો મોટો સ્કોર કર્યો

ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : કિવીઝ સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં જ ફટકારી દીધા 118 રન, ત્રીજા ક્રમનો મોટો સ્કોર કર્યો 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs NZ : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ધર્મશાલામાં ODI World Cup 2023ની 27મી મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો હોય એવું લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે તોફાની બેટિંગ કરતા ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેનોએ મળીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

પ્રથમ 10 ઓવરમાં વનડે ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો સ્કોર 

વોર્નર અને હેડે મળીને પ્રથમ 10 ઓવર(Australia Made 3rd Highest Team Score In First 10 Over)માં 118 રન બનાવી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વનડે ફોર્મેટના ઈતિહાસમાં પ્રથમ 10 ઓવરમાં ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ લીસ્ટમાં પહેલા નંબરે શ્રીલંકાની ટીમ છે. શ્રીલંકાએ વર્ષ 2006માં ઇંગ્લેન્ડ સામે લીડ્સના મેદાન પર રમાયેલી મેચમાં પ્રથમ 10 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 133 રન બનાવ્યા હતા. વનડે ફોર્મેટના પ્રથમ 10 ઓવરનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

આ ટીમો પણ છે લીસ્ટમાં સામેલ

વેસ્ટ ઇન્ડિઝનું નામ આ લીસ્ટમાં બીજા નંબરે છે. વિન્ડીઝે ODI World Cup 2003માં કેનેડા સામે રમાયેલી મેચના પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 119 રન બનાવ્યા હતા. હવે ઓસ્ટ્રેલિયાનું નામ આ લીસ્ટમાં ત્રીજા નંબરે સામેલ થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામે ODI World Cup 2023ની મેચમાં પ્રથમ 10 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 118 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડનું નામ પણ આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે. 

ન્યુઝીલેન્ડ ત્રીજા અને ચોથા નંબરે

ન્યુઝીલેન્ડે વર્ષ 2015માં શ્રીલંકા સામે એક વનડે મેચમાં પ્રથમ 10 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 118 રન બનાવ્યા હતા. આ ઉપરાંત આ લીસ્ટમાં ચોથા નંબરે પણ ન્યુઝીલેન્ડનું નામ છે. ન્યુઝીલેન્ડની ટીમે ODI World Cup 2015માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી એક મેચમાં પ્રથમ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 116 રન બનાવ્યા હતા.   

World Cup 2023 : કિવીઝ સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 10 ઓવરમાં જ ફટકારી દીધા 118 રન, ત્રીજા ક્રમનો મોટો સ્કોર કર્યો 2 - image


Google NewsGoogle News