World Cup 2023 : અફઘાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ

અફઘાનિસ્તાને ODI World Cup 2023માં 7માંથી 4 મેચમાં જીત મેળવી છે

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : અફઘાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ 1 - image
Image:File Photo

World Cup 2023 : અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થશે. અફઘાનિસ્તાનની ટીમ હાલ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છે. પરંતુ આજે ઓસ્ટ્રેલિયા સામે જીતવું તેના માટે અઘરું રહેશે. અફઘાનિસ્તાને ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધું છે. તે પ્રથમ વખત ICC Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ થયું છે. અફઘાનિસ્તાન વર્ષ 2025માં રમાનાર ICC Champions Trophyનો ભાગ બનશે.

અફઘાનિસ્તાન ચેમ્પિયંસ ટ્રોફી 2025 માટે થયું ક્વાલિફાઈ

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ થઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. અફઘાનિસ્તાને ODI World Cup 2023માં રમાયેલી તેની 7 મેચમાંથી 4માં જીત મેળવી છે. અફઘાનિસ્તાને ODI World Cup 2023માં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવ્યું છે.

World Cup 2023 : અફઘાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ 2 - image


Google NewsGoogle News