World Cup 2023 : અફઘાનિસ્તાનની જીત બાદ ઈરફાને ફરી કર્યો ડાન્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને 7 વિકેટથી હરાવ્યું હતું

પોઈન્ટ્સ ટેબલ પર અફઘાનિસ્તાન પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : અફઘાનિસ્તાનની જીત બાદ ઈરફાને ફરી કર્યો ડાન્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ 1 - image
Image:IANS

World Cup 2023 AFG vs NED : અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 34મી મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે નેધરલેન્ડ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. ODI World Cup 2023માં આ અફઘાનિસ્તાનની ચોથી જીત હતી. આ સાથે જ તે પોઈન્ટ્સ ટેબલ પર 8 પોઈન્ટ સાથે પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે. પહેલા ઇંગ્લેન્ડ પછી પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકાને હરાવી અફઘાનિસ્તાનની ટીમે મોટું અપસેટ સર્જ્યું હતું. આ ત્રણ જીત બાદ ગઈકાલે અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. અફઘાનિસ્તાન(Irfan Pathan Danced Again After Fouth Victory Of Afghanistan)ની જીત પર ભારતીય પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાન ખુબ જ ખુશ છે.

ઇરફાનના ડાન્સનો વીડિયો ફરી થયો વાયરલ

અફઘાનિસ્તાનની ટીમે જયારે ODI World Cup 2023માં પાકિસ્તાનને હરાવ્યું હતું ત્યારે ઇરફાન પઠાન પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શક્યો ન હતો અને મેદાન પર અફઘાની ખેલાડીઓ સાથે ડાન્સ કરવા લાગ્યો હતો. ઇરફાનનો આ ડાન્સ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. જેના કારણે પાકિસ્તાની મીડિયામાં ઇરફાનની ઘણી આલોચના પણ થઇ હતી. પરંતુ ઈરફાને તેનો ડાન્સ ચાલુ રાખ્યો હતો. જયારે અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું હતું ત્યારે પણ ઈરફાને ડાન્સ કર્યો હતો. જયારે અફઘાનિસ્તાનની ટીમે નેધરલેન્ડ્સને હરાવ્યું તો ફરી એકવાર ઇરફાન ખાન ખુશીથી ડાન્સ કરવા લાગ્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

અફઘાનિસ્તાન પાસે સેમિફાઈનલમાં પહોંચવાની સંપૂર્ણ તક

અફઘાનિસ્તાનની ટીમે ODI World Cup 2023માં તેની ચોથી જીત નોંધાવી છે. આ જીત સાથે અફઘાનિસ્તાન પાસે 8 પોઈન્ટ્સ થઇ ગયા છે અને તેણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી ટીમની બરોબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પાસે પણ 8 પોઈન્ટ્સ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પાસે સેમિફાઈનલમાં પહોંચવાની સંપૂર્ણ તક છે. જો તે તેની આગામી બંને મેચ જીતી લે છે તો તે સેમિફાઈનલમાં પહોંચી જશે.

World Cup 2023 : અફઘાનિસ્તાનની જીત બાદ ઈરફાને ફરી કર્યો ડાન્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ 2 - image


Google NewsGoogle News